Get The App

'બાયોમેટ્રિક, QR કોડ અને સ્માર્ટ કાર્ડ...' બજેટ સત્રમાં સંસદના મુલાકાતીઓની એન્ટ્રી સિસ્ટમ બદલાઈ

જે દર્શક સ્માર્ટ કાર્ડ જમા નહીં કરાવે તેને automatically block blacklist કરી દેવાશે

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
'બાયોમેટ્રિક, QR કોડ અને સ્માર્ટ કાર્ડ...' બજેટ સત્રમાં સંસદના મુલાકાતીઓની એન્ટ્રી સિસ્ટમ બદલાઈ 1 - image

image : Twitter



Parliament entry system changed | સંસદ પર 13 ડિસેમ્બરે જ્યારે હુમલો થયો હતો તેના બાદથી સંસદની મુલાકાત લેનારા લોકોની એન્ટ્રી સિસ્ટમમાં બદલાવ કરવાની ચર્ચા ચાલી રહી હતી. આ સૌની વચ્ચે હવે સંસદ ભવનના પરિસરમાં દર્શકોના પ્રવેશ માટે નવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હવેથી નવી સિસ્ટમ પ્રમાણે દર્શકોએ સંસદમાં પ્રવેશ માટે QR કોડ એપ્રૂવ કરાવવો પડશે. આ પ્રક્રિયા કુલ 3 સ્ટેપમાં હશે. 

આ રીતે મળશે મુલાકાતીઓને પ્રવેશ

સંસદમાં પ્રવેશ માટે QR કોડ એપ્રૂવ કરાવવાનો રહેશે. મોબાઈલ પર ક્યૂઆર કૉડ આવશે. તેની પ્રિન્ટઆઉટ લાવવાની રહેશે અને સાથે આધારકાર્ડ લાવવો પડશે. વેરીફિકેશન બાદ રિસેપ્શન પર બાયોમેટ્રિક લેવાશે અને ફોટોગ્રાફ પણ પાડવામાં આવશે. તેના પછી દર્શકને વિઝિટર્સ ગેલેરી માટે સ્માર્ટ કાર્ડ ઈશ્યૂ કરાશે. 

સ્માર્ટકાર્ડ ઈશ્યૂ કરાશે 

દર્શકોની ગેલેરીમાં પ્રવેશ માટે સ્માર્ટ કાર્ડ ટેપ કરવો પડશે અને બાયોમેટ્રિક તપાસ થશે અને તેના પછી જ બેરિયર ખુલશે. જતી વખતે દર્શકોએ સ્માર્ટ કાર્ડ જમા કરાવવો પડશે. જો કાર્ડ જમા નહીં કરાવે તો એ દર્શકને automatically block blacklist કરી દેવાશે અને તેને ભવિષ્યમાં ક્યારેય સંસદના પરિસરમાં એન્ટ્રી નહીં મળે. 1 ફેબ્રુઆરીએ વચગાળાના બજેટ માટે દર્શકોની ગેલેરીમાં પ્રવેશ માટે 31 જાન્યુઆરી સાંજના 4 વાગ્યા સુધી અરજી કરી શકાશે. 

'બાયોમેટ્રિક, QR કોડ અને સ્માર્ટ કાર્ડ...' બજેટ સત્રમાં સંસદના મુલાકાતીઓની એન્ટ્રી સિસ્ટમ બદલાઈ 2 - image


Google NewsGoogle News