બજેટ સત્ર 2024માં રાષ્ટ્રપતિ મૂર્મુનું અભિભાષણ, સંસદમાં ભારતની સિદ્ધિઓનું કર્યું વર્ણન

સત્રની શરૂઆતથી પહેલાં પીએમ મોદીએ સંસદની બહાર નિવેદન આપ્યું હતું.

આવતીકાલે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું વચગાળાનું બજેટ રજૂ કરશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
બજેટ સત્ર 2024માં રાષ્ટ્રપતિ મૂર્મુનું અભિભાષણ, સંસદમાં ભારતની સિદ્ધિઓનું કર્યું વર્ણન 1 - image


Parliament Budget 2024 Session : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ ગયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર છે. સત્રની શરૂઆતથી પહેલાં પીએમ મોદીએ સંસદની બહાર નિવેદન આપ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બંને ગૃહોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે ભારત સરકારની રુપરેખા સંસદ સમક્ષ રજૂ કરી હતી. તેમના ભાષણ બાદ સંસદમાં ઈકોનોમિક સરવે રિપોર્ટ રજૂ કરશે અને આવતીકાલે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું વચગાળાનું બજેટ રજૂ કરશે.

ભારત 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો : દ્રૌપદી મૂર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે. ભારત 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. દેશમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરાનારા લોકોની સંખ્યા 3.25 કરોડથી વધીને 8 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે. કલમ 370 પરની આશંકા હવે ઈતિહાસ બની ગઈ છે. આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. એક કરોડ 40 લાખ લોકો GST ભરી રહ્યા છે.

'ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે' : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બજેટ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. તેમના સંબોધન પહેલા ગૃહમાં ઐતિહાસિક સુવર્ણ રાજદંડ 'સેંગોલ' અર્પણ કરવાની વિધિ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'વિશ્વમાં ગંભીર કટોકટી હોવા છતાં, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ પણ લાવી છે. આ એવા કાયદા છે, જે વિકસિત ભારતની સિદ્ધિ માટે મજબૂત પહેલ છે. ફોજદારી ન્યાય વ્યવસ્થા હવે ઈતિહાસ બની ગઈ છે.'


Google NewsGoogle News