112મી વખત પીએમ મોદીએ કરી 'મન કી બાત', દેશવાસીઓને કહ્યું - આપણાં ખેલાડીઓનો જુસ્સો વધારજો

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
112મી વખત પીએમ મોદીએ કરી 'મન કી બાત', દેશવાસીઓને કહ્યું - આપણાં ખેલાડીઓનો જુસ્સો વધારજો 1 - image


Mann Ki Baat Live updates: પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કરી રહ્યા છે. આ મન કી બાતનો 112મો એપિસોડ છે. તેમણે કહ્યું કે હાલના સમય આખી દુનિયામાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા છે. ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે. દેશ માટે કંઇક કરવાનો મોકો આપે છે. પીએમ મોદીએ આ મામલે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ આ ખેલાડીઓનો ઉત્સાહ વધારો.

ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર પહેલીવાર રૂ. 1.5 લાખ કરોડને પાર : PM મોદી

પીએમ મોદીએ કહ્યું, “તમે તમારા સ્થાનિક ઉત્પાદનોને #MyProductMyPride ના નામે સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. મને તમને જણાવતા પણ આનંદ થાય છે કે ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર પ્રથમ વખત રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે. કલ્પના કરો, રૂ. 1.5 લાખ કરોડ!! અને શું તમે જાણો છો કે ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે? 400% (ટકા).

 આ પણ વાંચો : ઈઝરાયલ પર સાત ઓકટોબર બાદ સૌથી મોટો હુમલો: ફૂટબોલ રમતા બાળકોના મોત, હવે થશે 'મહાયુદ્ધ'?

મન કી બાતમાં PM મોદીની ખાસ અપીલ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મિત્રો, દેશ પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરીને જ આગળ વધી શકે છે. ભારતમાં પણ આવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે – પ્રોજેક્ટ PARI. હું કલા અને સંસ્કૃતિ પ્રેમીઓને પણ પબ્લિક આર્ટ પર વધુ કામ કરવા વિનંતી કરીશ. આનાથી આપણને આપણા મૂળ પર ગર્વ હોવાની સુખદ અનુભૂતિ થશે.”

ઓલિમ્પિયાડના વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ કરી મન કી બાત 

કાર્યક્રમમાં પીએમ મોદીએ તેના બાદ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ મેથ્સની દુનિયામાં એક ઓલિમ્પિયાડનું આયોજન થયું. આ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

 આ પણ વાંચો : બેઝમેન્ટમાં 12 ફૂટ પાણી, તરવૈયાઓને બોલાવવા પડ્યાં...UPSCના 3 વિદ્યાર્થીઓએ આ રીતે ગુમાવ્યાં જીવ

112મી વખત પીએમ મોદીએ કરી 'મન કી બાત', દેશવાસીઓને કહ્યું - આપણાં ખેલાડીઓનો જુસ્સો વધારજો 2 - image


Google NewsGoogle News