ઉદયપુરમાં Z+ સિક્યોરિટી વચ્ચે 7 ફેરા લેશે રાઘવ-પરિણીતિ, હોટલની નજીક ફોટોશૂટની મંજૂરી નહીં

શાહી લગ્નને લઈને ઉદયપુરમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે.

પંજાબ પોલીસ અને પંજાબથી આવેલા કમાંડોને પણ રાધવ- પરિણીતિની સુરક્ષા -સલામતિ માટે તૈનાત કરવામાં આવ્યા છે.

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ઉદયપુરમાં Z+ સિક્યોરિટી વચ્ચે 7 ફેરા લેશે રાઘવ-પરિણીતિ, હોટલની નજીક ફોટોશૂટની મંજૂરી નહીં 1 - image
Image Instagram

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર 

આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢા (Raghav Chadha)અને બોલીવુડ એક્ટ્રસ પરિણીતિ ચોપડા ( Parineeti Chopra) રવિવારના રોજ પવિત્ર લગ્નના બંધનમાં બંધાશે. આ શાહી લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ ધ લીલા પેલેસ (The Leele Palace) માં આયોજીત કરવામાં આવ્યા છે. દુલ્હા -દુલ્હન સહિત સમગ્ર પરિવાર શુક્રવારના રોજ હોટલમાં પહોચી ગયા હતા અને આજ સવારથી લગ્નની રસમો ચાલુ થઈ ગઈ છે. રાધવ -પરિણીતિના લગ્નના કારણે હોટલની આસપાસ Z+ સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચુંક ન થાય તે માટે આસપાસ કોઈને પણ ફોટોશુટ કરવાની પણ અનુમતિ આપવામાં આવી નથી.

હોટલની આસપાસ 3 લેવલમાં સિક્યુરિટી

શાહી લગ્નને લઈને ઉદયપુરમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે. પંજાબ પોલીસ (Panjab police) અને પંજાબથી આવેલા કમાંડોને પણ રાધવ- પરિણીતિની સુરક્ષા -સલામતિ માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય રાજસ્થાન પોલીસને પણ આયોજન સ્થળ પર વાહનોની સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત લગભગ 100 અધિકારીઓને એરપોર્ટથી હોટલ પર લાવવાની વ્યવસ્થા માચે રોકવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે સુરક્ષા અંતર્ગત કામકાજ માટે રોકાયેલા મજુરોના અને વિક્રેતાઓના ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યા છે. 

કોઈને પણ તળાવ પાસે જવાની મંજુરી નહી

જ્યારે પરિણીતિ ચોપડા અને રાધવ ચઢ્ઢા હોડીમાં સવાર થયા હતા, ત્યારે બે સુરક્ષા કર્મિયોથી ભરેલી હોડીએ તેની હોડીને ઘેરીને ચાલતા હતા. માહિતી મળી રહી તે મુજબ 24 સપ્ટેમ્બર ના રોજ તળાવ અને દરેક ઘાટો પર સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે વિવિધ હોટલોની દરેક હોડીઓ 3 કલાક માટે લગ્ન માટે ભાડે લેવામાં આવી છે. અને આ દરમ્યાન કોઈને પણ તળાવ નજીક જવાની અનુમતિ આપવામાં આવી નથી. લગ્નમાં સામેલ થનારા મોટાભાગના મહેમાનો આજે ઉદયપુર પહોચી જવાની સંભાવના છે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News