ઘોર નિંદ્રામાં ઊંઘતા રહ્યા મા-બાપ, 6 મહિનાના બાળકને ખાઈ ગયા ઉંદર, સવારે પડી ખબર

ઉંદરોએ બાળકને 50 વધુ વખત કરડ્યા સાથે સાથે તેના શરીરને ખૂબ ખરાબ રીતે કોતરી નાખ્યું

આ પહેલા પણ ઘરના બીજા બાળકોને ઉંઘતી વખતે ખરાબ રીતે કરડ્યો હતો

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ઘોર નિંદ્રામાં ઊંઘતા રહ્યા મા-બાપ, 6 મહિનાના બાળકને ખાઈ ગયા ઉંદર, સવારે પડી ખબર 1 - image
Image Freepic 

તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

દેશમાંથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં એક 6 મહિનાના બાળકને ઉંદરોએ જીવતો કોતરી ખાધો છે. બાળક જ્યારે ઘોડીયામાં આરામ કરી રહ્યો હતો ત્યારે ઉંદરોએ તેના પર હુમલો કરી દીધો હતો. એક માહિતી પ્રમાણે આ ઉંદરોએ બાળકને 50 વધુ વખત કરડ્યા સાથે સાથે તેના શરીરને ખૂબ ખરાબ રીતે કોતરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ તેના માતા-પિતાને ત્યારે થઈ જ્યારે વહેલી સવારે બાળકેને લોહીથી લથબથ જોયુ. પોલીસને ઘટનાની જાણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી અને બાળકની યોગ્ય સંભાળ ન રાખવા બદલ તેના  માતા-પિતાને ગિરફ્તાર કર્યા હતા. 

બાળકના શરીરમાંથી નીકળી રહ્યુ હતું સતત લોહી

રિપોર્ટ પ્રમાણે બાળકના ગાલ, નાક, માથુ, પગ, જાંધ અને પગની આંગળીઓ પર ઉંદરો કરડ્યા હોવાના નિશાન જોવા મળતા હતા. તેમજ ત્યાથી સતત મોટા પ્રમાણમાં લોહી નીકળી રહ્યુ હતું. પોલીસે કહ્યું કે, ઉંદરોએ બાળકના હાથને કોણી સુધી કોતરી નાખ્યો હતો. તેમજ આંગળીઓના કેટલાક ભાગને પણ ખૂબ ખરાબ રીતે કરડી ખાધો છે. જેના કારણે અંદરના હાંડકાનો ભાગ પણ બહાર આવી ગયો હતો. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક ઈન્ડિયાનાપોલીસના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને બ્લડ ચડાવી સારવાર હાથ ધરી હતી. 

ઉંદરોએ આ પહેલા પણ કેટલીયે વાર કર્યો હતો હુમલો

આ મામલે પોલીસે વાત કરતાં જમાવ્યું હતું કે, આ પરિવારમાં બાળકને ત્રણ વર્ષનો ભાઈ અને છ વર્ષની બહેન છે અને તે સિવાય પાંત વર્ષનો પિતરાઈ ભાઈ પણ હતો. જે ઘરમાં આ પરિવાર રહેતો હતો ત્યા ઘણી જ ગંદકી જોવા મળી હતી. આખું ઘર કચરાથી અને ઉંદરની લીંડીઓ ભરેલું હતું. બાળકના પિતાએ કહ્યુ કે, માર્ચમાં ઉંદરોની સમસ્યા ઉભી થઈ હતી. આવુ પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ ઘરના બીજા બાળકોને ઉંઘતી વખતે ખરાબ રીતે કરડ્યો હતો. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News