માતા પિતાએ નવજાત બાળકીને થેલીમાં ભરીને ગંગામાં પધરાવી, થેલી પુલની રેલિંગ નીચે ફસાઇ, જાણો પછી શું થયું ?

માતા પિતાએ બાળકીને વિક્રમશીલા પુલ નીચે ગંગા નદીમાં ફેંકી દીધી હતી

પસાર થતા લોકો નાનું બાળક રડતું હોય તેવો અવાજ સાંભળતા ચોંકી ગયા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
માતા પિતાએ નવજાત બાળકીને થેલીમાં ભરીને ગંગામાં પધરાવી, થેલી પુલની રેલિંગ નીચે  ફસાઇ, જાણો પછી શું થયું ? 1 - image


પટણા,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૩,બુધવાર 

બિહારના ભાગલપુરમાં માતા પિતાએ પોતાની નવજાત બાળકીને ગંગામાં પધરાવી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. જન્મ લેતાની સાથે જ માતા પિતાએ બાળકીને વિક્રમશીલા પુલ નીચે ગંગા નદીમાં ફેંકી દીધી. જો કે કુદરતને કશું ક જુદું જ મંજૂર હતું. જે બેગમાં બાળકીને ફેંકવામાં આવી હતી તે રેલિંગના કિનારે લગાવેલા ગાર્ડર પાસે અટકી ગઇ હતી. ત્યાંથી પસાર થતા લોકો નાનું બાળક રડતું હોય તેવો અવાજ સાંભળતા જ ચોંકી ગયા હતા. 

પૂલ નજીક ફરજ બજાવતા પોલીસ કર્મીનું ધ્યાન દોરતા રાત્રીના અંધકારમાં બાળકીને જીવના જોખમે બચાવી લીધી હતી. નવજાત થેલા જેવા કપડામાં લપેટાયેલી હતી તેની ઉપર પ્લાસ્ટિકની કોથળી હતી. બચાવી લેવાયેલા શીશુને પોલીસકર્મીએ માયાગંજ નામની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. પ્રાથમિક સારવાર પછી બાળકીને જીવાડવા માટે ચાઇલ્ડ લાઇનના સહયોગથી અનાથાલયમાં રાખવામાં આવશે. આ અંગેનો ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. વાયરલ વીડિયોમાં લોકો ભાગલપુર પોલીસના જવાનના વખાણ કરી રહયા છે. મારનારા કરતા પણ તારનારો વધુ મોટો છે તે કોઇ પણ સ્વરુપે હાજર હોય છે. 


Google NewsGoogle News