Get The App

VIDEO: દિગ્ગજ સાંસદ રાવણ દહન કરવા ગયા અને રોકેટ બેકફાયર થયું... માંડ-માંડ બચ્યાં

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
VIDEO: દિગ્ગજ સાંસદ રાવણ દહન કરવા ગયા અને રોકેટ બેકફાયર થયું... માંડ-માંડ બચ્યાં 1 - image


Pappu Yadav  Ravan Dahan In Bihar: બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દશેરાના પર્વ પર રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાવણ દહન વખતે દુર્ઘટના સર્જાય હતી. જ્યારે પપ્પુ યાદવે રાવણના પૂતળાને આગ લગાવતા એક રોકેટ તેમની તરફ છૂટી હતી. જેના કારણે સાંસદ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાંસદ પપ્પુ યાદવ પૂર્ણિયા શહેરના મરંગા સ્થિત દુર્ગા મંદિરના પરિસરમાં રાવણ દહન કાર્યક્રમમાં પહોંચ્યો હતો. અહીં  રાવણ દહન વખતે એક રોકેટ પપ્પુ યાદવ તરફ છૂટી હતી. રાહતની વાત એ છે કે આ દરમિયાન મોટી જાનહાનિ સર્જાય નહતી, પરંતુ પપ્પુ યાદવના શર્ટમાં આગ તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાથી થોડો સમય અફરાતફરી મચી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં રામલીલામાં 'કુંભકર્ણ'નો રોલ કરતાં કલાકારને સ્ટેજ પર હાર્ટ એટેક આવતાં મૃત્યુ પામ્યો


રાવણ દહન કાર્યક્રમના મુખ્ય અતિથિ પપ્પુ યાદવ હતા

દર વર્ષની જેમ આ વખતે પણ વિજયાદશમીના દિવસે પૂર્ણિયા શહેરના મરંગામાં દુર્ગા મંદિરના પરિસરમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેના મુખ્ય અતિથિ સાંસદ પપ્પુ યાદવ હતા. તેમણે જ રાવણના પૂતળાને આગ લગાવી હતી. ત્યારે આ દુર્ઘટના સાર્જાય હતી.

VIDEO: દિગ્ગજ સાંસદ રાવણ દહન કરવા ગયા અને રોકેટ બેકફાયર થયું... માંડ-માંડ બચ્યાં 2 - image


Google NewsGoogle News