પન્નૂની હત્યાના ષડયંત્રનો મામલો: કેન્દ્ર સરકારની સમિતિએ આરોપી પર કાર્યવાહીની ભલામણ કરી
Pannu Murder Conspiracy Case: ભારત સરકાર દ્વારા રચાયેલી એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ કેટલાક સંગઠિત ગુનાહિત સંગઠનો અને આતંકવાદી સંગઠનોની ગતિવિધિઓની તપાસ બાદ એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે. આ શખસ પર ભારત અને અમેરિકા બંનેના સુરક્ષા હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. અમેરિકા દ્વારા લગાવાયેલા આરોપો બાદ તેની તપાસના આદેશ અપાયા હતા. જેમાં વર્ષ 2023માં ન્યૂયોર્કમાં ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચવાની વાત કરાઈ હતી.
ભારત અને અમેરિકાની સુરક્ષાના હિતોને નુકસાન પહોંચાડનારા સંગઠિત આતંકવાદી સંગઠનો, ગુનાહિત જૂથો અને ડ્રગ હેરફેર કરનારાઓ અંગે અમેરિકન અધિકારીઓએ માહિતી આપી. જેના પર ભારત સરકારે જે 2003માં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી હતી તેને એક રિપોર્ટ સોંપ્યો છે અને એક શખસ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.
એક શખસ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માગ
બુધવારે એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, લાંબી તપાસ બાદ સમિતિએ એક વ્યક્તિ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ભલામણ કરી છે. જો કે, ગૃહ મંત્રાલયના નિવેદનમાં કોઈ એવા વ્યક્તિનું નામ જણાવાયું નથી, જેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'લાંબી તપાસ બાદ સમિતિએ એક વ્યક્તિ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ભલામણ કરી છે, જેને લઈને તપાસ દરમિયાન અગાઉના ગુનાહિત સંબંધો અને ભૂતકાળ પણ સામે આવી.' જોકે, ગૃહ મંત્રાલયના નિવેદનમાં એવી કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ સામે પંજાબમાં નોંધાઈ ફરિયાદ, હિન્દુ મંદિર કમિટીને આપી હતી ધમકી
અમેરિકાએ આપ્યા પુરાવા, સમિતિએ કરી પૂછપરછ
ગૃહ મંત્રાલયે કહ્યું કે, 'ભારત અને અમેરિકા બંનેની સુરક્ષાના હિતોને નબળા કરનારા કેટલાક સંગઠિત ગુનાહિત જૂથો, આતંકવાદી સંગઠનો, ડ્રગ હેરફેર કરનારા સહિતની ગતિવિધિઓ અંગે અમેરિકન અધિકારીઓ પાસેથી માહિતી મળવા પર ભારત સરકારે નવેમ્બર 2023માં એક ઉચ્ચ અધિકાર પ્રાપ્ત તપાસ સમિતિની રચના કરવામાં આવી.
સમિતિએ ખુદ પોતાની તપાસ અને અમેરિકાના પક્ષ તરફથી મળેલા પુરાવાને પણ ફોલો કર્યા અને અમેરિકન અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળ્યો. આ સમયગાળા દરમિયાન બંને પક્ષોએ મુલાકાતો પણ કરી. સમિતિએ વિવિધ એજન્સીઓના અનેક અધિકારીઓ પાસેથી વધુ પૂછપરછ કરી અને આ સંદર્ભમાં સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી.'
'કાયદાકીય કાર્યવાહી ઝડપી કરવા સમિતિએ કરી ભલામણ'
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'લાંબી તપાસ બાદ સમિતિએ સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે અને એક વ્યક્તિ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ભલામણ કરી છે, તપાસ દરમિયાન જેના ભૂતકાળના ગુનાહિત સંબંધો પણ સામે આવ્યા હતા.' સમિતિએ ભલામણ કરી છે કે, 'કાનૂની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જોઈએ.'
આ પણ વાંચો: 26 જાન્યુઆરીના સમારંભમાં આતંકવાદી પન્નુના હુમલાની ભીતિ
નિવેદનમાં કહેવાયું કે, 'સમિતિએ નિયમો અને પ્રક્રિયાઓમાં કાર્યાત્મક સુધારાઓની ભલામણ કરી હતી સાથે આવા પગલા ભરવાની પણ ભલામણ કરી છે, જેનાથી ભારતની પ્રતિક્રિયા ક્ષમતા મજબૂત બની શકે, આ પ્રકારના કેસ ઉકેલવામાં વ્યવસ્થિત નિયંત્રણ અને કાર્યવાહી સુનિશ્ચિત થઈ શકે.'
જણાવી દઈએ કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર ભારતીય એજન્ટ્સ તરફથી કરાયાના અમેરિકાના આરોપ બાદ તપાસ એજન્સીને આદેશ અપાયો હતો. આ ષડયંત્ર મામલે અમેરિકાએ વિકાસ યાદવ નામના એક શખસના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેને ભારતીય ગુપ્ત એજન્સી રૉ નો પૂર્વ જાસૂસ ગણાવાયો હતો. તેની પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે.