ખાલિસ્તાની આતંકી પન્નૂએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ, કોહલીને પકડનાર પેલેસ્ટાઈન સમર્થકને ઈનામ આપવાનું કર્યું એલાન

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાની આતંકી પન્નૂએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ, કોહલીને પકડનાર પેલેસ્ટાઈન સમર્થકને ઈનામ આપવાનું કર્યું એલાન 1 - image


- મેચ દરમિયાન 14મી ઓવરમાં એક પેલેસ્ટિનિયન સમર્થક અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2023, સોમવાર

SJF Chief Gurpatwant Singh Pannu: ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પન્નુએ અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન મેદાનમાં વિરાટ કોહલી પાસે પહોંચી જનાર ઓસ્ટ્રેલિયન નાગરિકન વેન જોનસનને 10 હજાર ડોલર ઈનામ આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, વેન જોનસને મેદાનમાં પહોંચીને ગાઝા અને પેલેસ્ટાઈનને લઈને ભારતના વલણને એક્સપોઝ કરી દીધુ છે. 

વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. મેચ દરમિયાન 14મી ઓવરમાં એક પેલેસ્ટિનિયન સમર્થક અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો અને દોડીને  વિરાટ કોહલીને પાછળથી પકડી લીધો હતો. ત્યારબાદ વિરાટે તેને પોતાનાથી અલગ કરી દીધો અને સુરક્ષાકર્મીઓ તેને મેદાનની બહાર લઈ ગયા અને પોલીસને હવાલે કર્યો હતો. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ તેનું નામ વેન જોનસન જણાવ્યું હતું અને તે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે.

આ ઘટના બાદ ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તેણે કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન સાથે ઉભા છીએ. તેણે જોનસનને 10 હજાર ડોલરનું ઈનામ આપવાનું એલાન કરી દીધુ છે. પન્નુએ કહ્યું કે, જોનસને ગાઝા અને પેલેસ્ટાઈન મુદ્દાઓ પર ભારતના વલણને એક્સપોઝ કર્યું છે. 


Google NewsGoogle News