Get The App

પગથી બાંધ્યો પાણીપુરીનો લોટ, ટોઇલેટ ક્લીનર પણ મિલાવ્યું, પોલીસે પકડ્યા તો કહ્યું- સ્વાદ માટે કર્યું

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
પગથી બાંધ્યો પાણીપુરીનો લોટ, ટોઇલેટ ક્લીનર પણ મિલાવ્યું, પોલીસે પકડ્યા તો કહ્યું- સ્વાદ માટે કર્યું 1 - image


Image: Wikipedia

Panipuri Flour Video Viral: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે લોકો પગથી લોટ બાંધતા નજર આવી રહ્યાં છે. વીડિયો ઝારખંડના ગઢવા શહેરનો છે. માહિતી છે કે બંને આરોપી પાણીપુરીની દુકાન ચલાવે છે. પગથી બાંધવામાં આવતા લોટનો ઉપયોગ પાણીપુરી બનાવવા માટે જ થવાનો હતો. મામલો માત્ર આટલે ન રોકાયો. લોકલ પોલીસનું કહેવું છે કે આરોપી પાણીપુરીના લોટમાં ટોયલેટ ક્લીનર અને યુરિયા ખાતર પણ નાખતો હતો.

રિપોર્ટ અનુસાર ઘટના શહેરના મઝિઆંવ વિસ્તારની છે. ઘટનાનો વીડિયો વાયરલ થવા પર પોલીસ હરકતમાં આવી અને બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરી. ઘટનાને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

આરોપીઓની ઓળખ અંશુ અને રાઘવેન્દ્ર તરીકે થઈ છે

વીડિયો બનાવનાર શખ્ય આરોપીઓનો જાણીતો હતો. તેનું નામ અરવિંદ યાદવ છે અને આરોપી તેનો પિતરાઈ ભાઈ છે. અરવિંદે જણાવ્યું કે 'થોડા દિવસ પહેલા મારો બંને સાથે ઝઘડો થયો હતો. તે બાદ તેણે બંનેનો પગથી લોટ બાંધતી વખતનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો.'

આ પણ વાંચો: 'વારંવાર અપમાનનો બદલો લેવા...' પેશાબથી લોટ બાંધનાર નોકરાણીની ચોંકાવનારી કબૂલાત

મામલા અંગે જાણકારી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'બંને આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. અંશુ ઝાંસીના સેસા ગામનો છે અને રાઘવેન્દ્ર જાલૌનના નૂરપુર ગામનો રહેવાસી છે. બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે.' તપાસ દરમિયાન પોલીસને તેમની પાસેથી સફેદ રંગનો પદાર્થ મળ્યો છે. શંકા છે કે તે ફટકડી છે જેનાથી પાણી ખાટું થઈ જાય છે. પદાર્થને ટેસ્ટ માટે લેબ મોકલી દેવાયો છે. આરોપીઓએ પોતે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે 'અમે સ્વાદ વધારવા માટે પાણીપુરીના લોટમાં ટોયલેટ ક્લીનર અને યુરિયા ખાતર પણ મિક્સ કરતા હતા.'


Google NewsGoogle News