વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધમકીથી પાકિસ્તાનમાં ગભરાટ : સરહદ ઉપર વધુ ડિવિઝનો મોકલાયા
- પાકિસ્તાને LAC ઉપર 3 POK બ્રિગેડ અને નં. 2 POK બ્રિગેડને X કોપર્સ કહેવાતા 23 ઇન્ફ્રન્ટ્રી ડિવિઝન મોકલી આપ્યા
નવી દિલ્હી, ઇસ્લામાબાદ : 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે કારગીલના દ્રાસ સેક્ટરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ખુલ્લેઆમ આપેલી ધમકીથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. વિશેષત: તેની સેના અને સરકાર બંનેની ઉંઘ હરામ થઈ ગઈ છે. મોદીએ પાકિસ્તાની સરકાર અને તેના સૈન્યને 'પેરન્ટ ઓફ ટેરરીઝમ' કહેતા, કઠોર પગલા લેવાની ભારતની તૈયારી વિષે કહેતાં પાકિસ્તાનના લશ્કરી માંધાતાઓને 'સર્જીકલ સ્ટ્રાઇક'ની યાદ આવી ગઈ હશે.
આથી પાકિસ્તાને નં.૩ પીઓકે બ્રિગેડ તથા નં. ૭ પીઓકે બ્રિગેડ અત્યારે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) સ્થિત તેનાં લશ્કરને સહાય કરવા માટે મોકલી આપી છે. આ બ્રિગેડ અત્યારે ત્યાં રહેલ 'X કોર્પ્સ' તરીકે ઓળખાતા ૨૩ ઇન્ફ્રન્ટ્રી ડીવીઝનની સહાય મોકલી આપી છે.
આ રીતે પાકિસ્તાન એલ.એ.સી. તથા આંતરરાષ્ટ્રીય સરહદે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. જો કે, ભારતીય સેના પાકિસ્તાનની દરેક હરકતો ઉપર બાજ નજર રાખી રહી છે તે હજી પણ ભારતની અંદરના ભાગમાં છૂપાઈ રહેલા ૫૦થી ૬૦ ત્રાસવાદીઓને શોધી રહી છે.
દરમિયાન પાકિસ્તાનના લશ્કરી દળોએ પીઓકેમાં રહેલા પાકિસ્તાન સૈન્ય સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે.
ભારતનું કહેવું છે કે, સરહદ ઉપર તેમજ એલ.એ.સી. ઉપર પાકિસ્તાનની વિશેષ કાર્ય માટેની ટુકડીઓ ત્રાસવાદીઓ સાથે તે બોર્ડ એક્શન ટીમ (બીએટી)ના સૈનિકો જોવા મળ્યા હતા. તેઓ ગોઇ, ઠંડી કાસ્સી, મથરવાની, અમલયાની, થોક, કીમ્મુ કી ડેરી, સહીયર કોટલી, મોચી મોટેરા વિગેરે પીઓકે વિસ્તારમાં જોવા મળ્યા હતા તેમની સાથે વૈશ્વિક ત્રાસવાદી હાફીઝ સૈયદનો મોટો ભાઈ પણ હતો.
ટૂંકમાં પાક માટે ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે. ભારતની તૈયારીઓથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે.