Get The App

રામ મંદિર પરિસરમાં તૈનાત PAC જવાનને વાગી ગોળી, રાયફલની સાફસફાઈ કરતા સમયે થયું ફાયરિંગ

- ઘટના સ્થળ પર પહોંચીને અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
રામ મંદિર પરિસરમાં તૈનાત PAC જવાનને વાગી ગોળી, રાયફલની સાફસફાઈ કરતા સમયે થયું ફાયરિંગ 1 - image


Image Source: Twitter

અયોધ્યા, તા. 27 માર્ચ 2024, બુધવાર

અયોધ્યાના અતિ સંવેદનશીલ રામ મંદિર પરિસરમાં મંગળવારે ગોળી ચાલવાથી હડકંપ મચી ગયો હતો. આ દરમિયાન ડ્યૂટી પર તૈનાત PAC જવાન ઘાયલ થઈ ગયા હતા. તેમને છાતીમાં ગોળી વાગી છે. સૂચના મળતા જ પરિસરમાં હાજર અધિકારીઓએ ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યાંથી ડોક્ટરોએ તેમને લખનઉ ટ્રોમા સોન્ટર રીફર કરી દીધા હતા. ઘટના સ્થળ પર પહોંચીને અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. SSPએ સમગ્ર ઘટનાને દુર્ઘટના ગણાવી છે. જોકે, આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે.

આ ઘટનાથી પરિસરમાં અફરાતફરી મચી ગઈ

આ ઘટના મંગળવારે સાંજે લગભગ 6:00 વાગ્યે બની હતી. પોલીસકર્મચારીઓએ PAC કેમ્પમાંથી તેજ ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો હતો. તેઓએ નજીક જઈને જોયું તો અમેઠીના જાયસ નિવાસી 32મી બટાલિયનના PAC જવાન રામ પ્રસાદ લોહીથી લથપથ હાલતમાં નીચે પડ્યા હતા. આ જોતા જ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. એસપી સુરક્ષા પંકજ પાંડેય ઘાયલ જવાનને તાત્કાલિક શ્રી રામ હોસ્પિટલમાં લઈ ગયા.

રાયફલની સાફસફાઈ કરતા સમયે થયું ફાયરિંગ

અહીંથી ડોક્ટર્સે તેમને તાત્કાલિક જ દર્શન નગર મેડિકલ કોલેજમાં રીફર કરી દીધા પરંતુ તેની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી અહીંથી પણ ડોક્ટરોએ તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રીફર કરી દીધા. એક્સ-રેમાં દગોળી છાતીની ડાબી બાજુએ વાગી હોવાનું બહાર આવ્યું છે. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના એસઓ દેવેન્દ્ર પાંડેયએ જણાવ્યું કે જવાન રામપ્રસાદ પોતાની એકે-47 રાઈફલની સાફ-સફાઈ કરી રહ્યા હતા, અચાનક ગોળી ચાલી ગઈ હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. 


Google NewsGoogle News