હરિયાણામાં કોંગ્રેસની મોટી કાર્યવાહી, 13 દિગ્ગજ નેતાઓની છ વર્ષ માટે કરી હકાલપટ્ટી
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસે પોતાના અનેક નેતાઓ અને કાર્યકરોને પક્ષની બહારનો રસ્તો બતાવ્યો છે. હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ નેતાઓ અને કાર્યકરો પર છ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. તેઓ પક્ષમાં કોઈ કામકાજ કરી શકશે નહીં.
કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષમાંથી બહાર
હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ કોંગ્રેસના ઉમેદવારો વિરૂદ્ધ પ્રચાર-પ્રસાર અને પક્ષના નિયમોનું પાલન ન કરનારા 13 નેતાઓ અને કાર્યકારોની છ વર્ષ માટે હાકલપટ્ટી કરી દીધી છે.
આ પણ વાંચોઃ શું બનાસકાંઠાના ત્રણ ભાગલા પડશે? કોંગ્રેસ-ભાજપ એક થયા, મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગ
પક્ષ વિરૂદ્ધ ગતિવિધિઓનો આરોપ
હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા જારી નિર્દેશ અનુસાર, વિવિધ માધ્યમો મારફત મળેલી માહિતીમાં પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકારોએ પક્ષની વિરૂદ્ધ ગતિવિધિઓ કરી છે. તેમજ પક્ષના ઉમેદવારોની વિરૂદ્ધમાં કામકાજ કર્યા હોવાના આરોપસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી પક્ષમાં શિસ્તતા જાળવતાં સંબંધિત નેતાઓ અને કાર્યકારોને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પક્ષમાંથી બરતરફ કરાયેલા નેતાઓ અને કાર્યકરો