Pan-Aadhaar Link : 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો સહિત આ લોકોને પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાની જરૂર નહીં
પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો ITR ફાઈલ કરી શકશો નહીં
અધિનિયમ મુજબ જેની પાસે ભારતની નાગરિકતા નથી તેમને પાન કાર્ડને લિંક કરવાની જરુરીયાત નથી
Image Twiier |
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે, હકીકતમાં પાન કાર્ડનો ઉપયોગ નાણાંકીય લેવડ- દેવડ અથવા તો પછી ટેક્સ માટે કરવામાં આવતી હોય છે. આ જ રીતે આધાર કાર્ડને એક જરુરી આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ ખાનગી અને સરકારી કામકાજ માટે કરવામાં આવે છે.
આવામાં સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત કરી દીધુ છે. લિંક કરવા બાબતે સરકાર તરફથી કેટલીયે વખત ડેડલાઈન પણ આપવામાં આવી હતી. આજે અમે તમને કહીશું કે ક્યા લોકોને પાન કાર્ડ લિંક કરવાની જરુરીયાત નથી.
કોણ નથી કરી શકતું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક
કેટલાક લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરુરીયાત નથી. જેમા 80 વર્ષથી વધુ ઉંમરના લોકો સમાવેશ થાય છે. આ સિવાય અધિનિયમ મુજબ જેની પાસે ભારતની નાગરિકતા નથી તેમને પાન કાર્ડને લિંક કરવાની જરુરીયાત નથી.
પાન કાર્ડ લિંક ન થાય તો શું થાય
જે પાન કાર્ડ હોલ્ડરે હજુ સુધી પાન કાર્ડને લિંક નથી કર્યું, તેઓ જલદીથી આ કામ કરી લો. જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી થતું, તો પાન કાર્ડ ઓટોમેટિક ડિએક્ટિવેટ થઈ જશે. તેનો મતલબ એ થયો કે, તેનો ઉપયોગ ડોક્યુમેન્ટ તરીકે નહીં કરી શકાય. આ સિવાય કેટલીક નાણાંકીય લેવડ-દેવડમાં પણ પ્રતિબંધ લાગી જશે.
પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો ITR ફાઈલ કરી શકશો નહીં. આ સિવાય બેંક સાથે જોડાયેલી નાણીકીય લેવડ- દેવડ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. ત્યાં સુધી કે કેટલીક સરકારી યોજનાનો લાભ પણ મળી શકતો નથી.
પાન કાર્ડને એક્ટિવેટ કરાવવા માટે 1000 રુપિયાની લેટ ફી આપીને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જઈને પાન કાર્ડ આધાર સાથે લિંક કરી શકાય છે.