Get The App

'પેલેસ્ટાઈન તો પીડિત છે': સપા સાંસદ રુચિ વીરાએ ઓવૈસી અને ચંદ્રશેખરના નિવેદનનું કર્યું સમર્થન

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
'પેલેસ્ટાઈન તો પીડિત છે': સપા સાંસદ રુચિ વીરાએ ઓવૈસી અને ચંદ્રશેખરના નિવેદનનું કર્યું સમર્થન 1 - image


Image Source: Twitter

Ruchi veera supported owaisi and chandrashekhar azad: ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ રુચિ વીરાએ જય પેલેસ્ટાઈન અને કાવડ યાત્રાના સવાલ પર AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, તેમણે કંઈ ખોટું નથી કર્યું. વિરોધ તો તેમનો પણ થવો જોઈએ જેઓ સંસદમાં જય હિન્દુરાષ્ટ્ર બોલ્યા હતા.પેલેસ્ટાઈન તો પીડિત છે. આખું વિશ્વ તેમની સાથે છે. બધા લોકો જાણે છે કે, તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. 

બધાની આસ્થાનું સમ્માન થવું જોઈએ

કાવડ યાત્રા પર તેમણે કહ્યું કે, ચંદ્રશેખર આઝાદે જે કહ્યું તે પણ યોગ્ય છે. બધાની આસ્થાનું સમ્માન થવું જોઈએ. જ્યારે એક મહિનો કાવડ માત્ર મુસ્લિમ ભાઈ પોતાની હોટેલ બંધ કરી શકે, રસ્તા બંધ કરી શકે છે તો ઈદ પર આપણે અડધો કલાક રસ્તો બંધ ન કરી શકીએ. બધા સાથે સમાન ન્યાય થવો જોઈએ. પરંતુ યોગી સરકાર સરમુખત્યારશાહી વાળું વલણ અપનાવી રહી છે. આ દેશ દિન્દુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ બધાનો છે. આ કોઈ એક ધર્મનો દેશ નથી. આપણે બધા એકબીજાને પ્રેમ કરતા આવ્યા છીએ. આપણે તમામ ધર્મોનો આદર કરવો જોઈએ. તમામને પોતાના ધર્મના તહેવારો ઉજવવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

સપા સાંસદે કહ્યું કે, મુરાદાબાદમાં નદી પરથી અતિક્રમણ હટાવવાના નામે હજારો ગરીબોને બેઘર થવા દેવામાં નહીં આવશે. અમે તેના માટે લડાઈ લડતા રહીશું. ભલે સંસદમાં મુદ્દો ઉઠાવવો પડે કે પછી કોઈ અધિકારી સાથે મુલાકાત કરવી પડે હું પીછેહઠ નહીં કરું.


Google NewsGoogle News