મતદાનની પૂર્વ સંધ્યાએ ઝારખંડમાં મોટી દુર્ઘટના, બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત

Updated: May 12th, 2024


Google NewsGoogle News
મતદાનની પૂર્વ સંધ્યાએ ઝારખંડમાં મોટી દુર્ઘટના, બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત 1 - image


Palamu Blast: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા ઝારખંડમાં મોટી દુર્ઘટના બની છે. અહીં પલામૂમાં વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. પોલીસે કહ્યું કે, આ વિસ્ફોટ મનાતૂ વિસ્તારના એક સ્ક્રેપ ડિલરને ત્યાં થયો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજધાની રાંચીથી અંદાજિત 190 કિલોમીટર દૂર આ દુર્ઘટના બની છે.

આ ઘટના પલામૂ સહિત ચાર બેઠકો પર લોકસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ બની. પલામૂના SP રેશમા રામેસને જણાવ્યું હતું કે, ઘટનામાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થયા. અમે બોમ્બ વિસ્ફોટની શક્યતા સહિતના તમામ પાસાઓ સાથે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.


Google NewsGoogle News