Get The App

અપહરણ કરીને યુવકના લગ્ન કરવાની પકોડોઆ પ્રથા, મુરતિયા ઘરની બહાર નિકળતા ડરે છે

બળજબરીથી યુવતીની માંગમાં સિંદૂર ભરાવવામાં આવે છે

બિહારમાં અદાલતે ૧૦ વર્ષ જુના પકોડોઆ લગ્ન રદ્દ કર્યા

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
અપહરણ કરીને યુવકના લગ્ન કરવાની પકોડોઆ પ્રથા,  મુરતિયા ઘરની બહાર નિકળતા ડરે છે 1 - image


પટણા,૨૮ નવેમ્બર,૨૦૨૩,મંગળવાર 

બિહારમાં પકડવા અથવા તો પકડોવા તરીકે એક વિશિષ્ટ પ્રકારના લગ્ન થાય છે જેમાં લગ્ન યોગ્ય યુવકનું અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે. પકોડોઆ પ્રથાથી થયેલા લગ્નના ગ્રામીણ વિસ્તારોમાં અનેક કિસ્સાઓ મળે છે. ખાસ કરીને ૭૦ થી ૮૦ના દાયકામાં આ પ્રથા ખૂબજ પ્રચલિત થઇ હતી. વર્તમાન સમયમાં પણ પકોડોઆના બનાવો બનતા રહે છે. બળજબરીથી યુવકના લગ્ન કરવાની પ્રથાનો કેટલીક ફિલ્મો અને ટીવી સીરિયલોમાં પણ ઉલ્લેખ થયેલો છે.

ઉત્તર બિહારના ગામોમાં અપહરણ કરનારા ગિરોહ પણ હોતા હતા જે યુવકોનું અપહરણ કરવાનું કામ કરતા હતા. એક સમય એવો પણ હતો નોકરી વ્યવસાય કરતા લાયક યુવકો લગ્નની સિઝનમાં ઘરની બહાર નિકળવામાં ડરતા હતા. ઘણી વાર મુરતીયાના ઘરવાળાઓ બળજબરીથી થતા લગ્નનો વિરોધ કરતા હતા. ધીમે ધીમે યુવકના ઘરવાળા પણ પકોડોઆ લગ્નને સ્વીકારી લેતા હતા. આ લગ્ન સ્વીકારવામાં સમાજના લોકોનું દબાણ પણ કારણભૂત રહેતું હતું.

અપહરણ કરીને યુવકના લગ્ન કરવાની પકોડોઆ પ્રથા,  મુરતિયા ઘરની બહાર નિકળતા ડરે છે 2 - image

તાજેતરમાં ૧૦ વર્ષ પહેલા એક યુવકના બળજબરીથી થયેલા લગ્નને પટણા હાઇકોર્ટે રદ કરતા પકોડોઆ લગ્ન પ્રથા ફરી ચર્ચામાં આવી છે. યુવકે આરોપ લગાવ્યો હતો તેનું અપહરણ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા. આ કિસ્સો નવાદા જિલ્લાના રેવરા ગામના ચંદ્રમૌલેશ્વરસિંહ અને તેમના પુત્ર રવિકાંતનો છે. રવિકાંતના લગ્ન લખીસરાય જિલ્લાના ચૌકી ગામમાં બિપિનસિંહની પુત્રી વંદનાકુમારી સાથે થયા હતા.રવિકાંતસિંહ પોતાના ચાચા સત્યેન્દ્રસિંહ સાથે લખીસરાયના અશોકધામ મંદિરમાં પૂજા કરવા ગયા હતા.

આ દરમિયાન બંદૂકની અણીએ ૮ લોકોએ અપહરણ કરીને લખીસરાયની યુવતી સાથે કરવામાં આવી હતી. આ ઘટના ૨૦ જુન ૨૦૧૩માં બની હતી. એ સમયે રવિકાંત આર્મીમાં નવી નવી નોકરીેએ લાગેલા હતા. યુવકના પિતા ચંદ્રમૌલેશ્વરસિંહે દલીલ કરી હતી કે કોઇ પાસે બળજબરીથી સિંદૂર પુરાવવુએ લગ્ન નથી. આ પ્રકારના પકડૌઆ લગ્ન બિહારમાં થાય છે. આ લગ્નને કાનુની રીતે પડકારવામાં આવતા યુવતીના પક્ષની દલીલ સાંભળવામાં આવી ન હતી. છેવટે બળજબરીથી થયેલા લગ્નને જ કેન્સલ ગણવામાં આવ્યા હતા.  બિહાર પોલીસના ચોપડે પણ ફોર્સ મેરેજના કેસ નોંધાયેલા છે.


Google NewsGoogle News