યુપીનો ચોંકાવનારો મામલો,પાકિસ્તાની મહિલા 9 વર્ષ સરકારી શિક્ષક તરીકે નોકરી કરતી રહી
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા એક પાકિસ્તાની નાગરિકતા ધરાવતી મહિલાએ બનાવટી દસ્તાવેજોના આધારે સરકારી શાળામાં સહાયક શિક્ષિકાની નોકરી મેળવી લીધી હતી. એટલુ જ નહીં આ પાકિસ્તાની મહિલાએ પોતાને ભારતીય નાગરિક બતાવીને નવ વર્ષ સુધી નોકરી કરી હતી. તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જેથી અંતે આ મહિલાને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી.
મહિલા શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઉત્તર પ્રદેશની એક સરકારી શાળામાં પાકિસ્તાની મહિલા શુમાયલા ખાન સહાયક શિક્ષિકાની નોકરી કરતી હતી. નોકરી મેળવવા માટે તેમણે પોતે રામપુરના સદરની રહેવાસી હોવાનો દાવો કર્યો હતો. આ માટે તેણે જે દસ્તાવેજો પણ આપ્યા હતા, જોકે વિભાગે જ્યારે દસ્તાવેજોની જીણવટથી તપાસ કરી તો સામે આવ્યું કે આ દસ્તાવેજો તો નકરી છે. શુમાયલા ખાનની વર્ષ 2015માં બરેલી જિલ્લા બેસિક શિક્ષણ અધિકારી દ્વારા નિમણુંક કરાઇ હતી. જો કે, તેની નાગરિકા અંતે વિભાગને ફરિયાદો મળી હતી.
આ પણ વાંચો: ભાજપનું બેવડું વલણ: રાજસ્થાન સરકારે 450 સરકારી સ્કૂલો બંધ કરી, તમામ હિન્દી મીડિયમની
જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાઇ હતી, તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા રહેણાંકના પુરાવાની તપાસ કરવામાં આવી. જોકે વર્ષ 2015માં નોકરી પર લાગેલી આ પાકિસ્તાની મહિલા 9 વર્ષ સુધી સરકારી લાભો લેતી રહી છતા કોઇ કાર્યવાહી આ સમય દરમિયાન ના થઇ, અંતે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી છે. હવે શિક્ષણ વિભાગ આ મહિલાની સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારીમાં છે. ફતેહગંજના શિક્ષણ અધિકારીએ શુમાયલા ખાનની સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેને પગલે પોલીસ હવે આરોપી શુમાયલા ખાનની ધરપકડની તૈયારીમાં છે.