Get The App

પાકિસ્તાનથી આવેલા હિંદુઓ પર બેઘર થવાનું સંકટ, કહ્યું- 'ભારતમાં પણ ઘર ઉજાડી નાખશો તો...'

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Representative image in Encroachment


Hindu Refugees In Delhi: પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાંથી વર્ષ 2013માં ભારત આવેલા હિંદુ શરણાર્થીઓ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. દિલ્હીના મજનૂ કા ટીલાના ગુરુદ્વારા નજીક અંદાજે 180 પરિવારો રહે છે. આ પરિવારો પર હવે બેઘર થવાની તલવાર લટકી રહી છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)એ આ ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવા માટે નોટિસ જાહેર કરી હતી. અહી વસતા લોકોનું કહેવું છે કે, 'હવે અમારૂ ભારતમાંથી પણ ઘર ઉખડી જશે, અમે તો ક્યાં જઈશું?'

50 લોકોને ભારતની નાગરિકતા મળી

મજનુ કા ટીલા નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા હિંદુ શરણાર્થીઓના વડા ધરમવીરે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનમાંથી અત્યાચાર સહન કર્યા બાદ અમે આશ્રય મેળવવા ભારત આવ્યા હતા. અમને આશા હતી કે તમામ પરિવારોને ટૂંક સમયમાં ભારતીય નાગરિકતા મળી જશે.' નોંધનીય છે કે, ભારતની સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા પછી ઘણાં પરિવારોના સભ્યોને ભારતીય નાગરિકતા મળી છે. અત્યાર સુધીમાં કુલ 50 લોકોને નાગરિકતા મળી છે. અહીં કુલ 1100 લોકો રહે છે, જેમાંથી લગભગ 250 બાળકો અને બાકીના પુરુષો અને મહિલાઓ છે.

આ પણ વાંચો: અયોધ્યા સહિત યુપીના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર, 4નાં મોત

ધરમવીરે વધુમાં જણાવ્યું હતું કે, 'અમે નાગરિકતા સહિત અનેક બાબતો માટે ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓના સતત સંપર્કમાં છીએ. અમારી પાસે પોલીસ વેરિફિકેશન પણ છે. અમારી માંગ છે કે તમામ હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવે અને કાયમી આવાસની સુવિધા આપવામાં આવે. અમે બધાં આપણા ધર્મને બચાવવા માટે પાકિસ્તાનથી ભારત માતામાં શરણે છીએ.'

લોકોમાં ભયનો માહોલ 

ડીડીએની નોટિસને લઈને ધરમવીરે જણાવ્યું હતું કે, 'ડીડીએ તરફથી નોટિસ મળ્યા બાદ અમે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ડીડીએના ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. હવે આ મામલે કોર્ટમાં 10મી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ નોટિસના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.'

નિયમો મુજબ નોટિસ આપવામાં આવી: ડીડીએ

નોટિસમાં ડીડીએ પ્રશાસને એનડીટીના આદેશ અનુસાર, યમુના ડુબ વિસ્તામાંથી દબાણ દૂર કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીઓ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે અને લોકોને નાઈટ શેલ્ટરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ડીડીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'યમુના ડુબ વિસ્તામાં ગેરકાયદે અતિક્રમણ નિયમો અનુસાર દૂર કરવામાં આવે છે.'

પાકિસ્તાનથી આવેલા હિંદુઓ પર બેઘર થવાનું સંકટ, કહ્યું- 'ભારતમાં પણ ઘર ઉજાડી નાખશો તો...' 2 - image


Google NewsGoogle News