Get The App

ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો 1 - image


Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. ભારત સતત પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. હાલમાં જ તેણે ફ્રાન્સમાંથી રાફેલ-એમ ફાઇટર એરક્રાફ્ટની ડીલ કરી પોતાનું સામર્થ્ય વધાર્યું છે. બીજી બાજુ પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે તુર્કિયે, ચીન, બ્રિટન જેવા દેશો પાસે મદદ માગી રહ્યું છે. પાકિસ્તાન હવે મદદ માટે રશિયા પહોંચ્યું છે. 

પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ હાલમાં જ રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રે રૂદેનકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે વાતચીત કરી ભય વ્યક્ત કર્યો હતો કે, ભારત તેના પર હુમલો કરી શકે છે. રશિયાને આ યુદ્ધ રોકવા અપીલ કરી છે. પાકિસ્તાનને સતત ભય છે કે, ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર યુદ્ધ કરી શકે છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત એક્શનમાં છે. તેણે અત્યારસુધી અનેક મોટા નિર્ણયો લીધા છે.

આ પણ વાંચોઃ કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઈતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?

રશિયાએ પાકિસ્તાનને આપી સલાહ

રશિયાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂત સાથેની મુલાકાત અંગે જણાવ્યું હતું. રશિયાએ કહ્યું કે, તેણે પાકિસ્તાનને સલાહ આપી છે કે, તે ભારત સાથે વાતચીત કરી આ મુદ્દો ઉકેલે. આ પહેલાં પાકિસ્તાન તુર્કિયે પાસે પણ પહોંચ્યું હતું. પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી બચવા માટે યુએન, બ્રિટન, તુર્કિયે, અને હવે રશિયા પાસે સમર્થન માગી રહ્યું છે. જે સંકેત આપે છે કે, પાકિસ્તાન સતત ભારત સાથે યુદ્ધના ભય હેઠળ જીવી રહ્યું છે. 

પહલગામ હુમલા બાદ ભારતની આકરી કાર્યવાહી

22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 જેટલા નિર્દોષ પર્યટકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલાની અગાઉ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી. જો કે, બાદમાં તેણે પલટી મારી હુમલા સાથે કોઈ લેવાદેવા ન હોવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પોષતું આવ્યું છે. ભારતે આ હુમલાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા નિર્ણયો લીધા છે. જેમાં ભારત હવે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર પણ રોક, પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ, તેમજ પાકિસ્તાન હાઇકમિશનના અધિકારીઓની સંખ્યા ઘટાડવા જેવા નિર્ણયો જાહેર કર્યા છે.

ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો 2 - image

Tags :