Get The App

VIDEO : મધદરિયે દેવદૂત બનીને પહોંચી ભારતીય નૌસેના, 23 પાકિસ્તાનીઓએ કહ્યું- 'ઈન્ડિયા જિંદાબાદ'

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
VIDEO : મધદરિયે દેવદૂત બનીને પહોંચી ભારતીય નૌસેના, 23 પાકિસ્તાનીઓએ કહ્યું- 'ઈન્ડિયા જિંદાબાદ' 1 - image


Image Source: Twitter

Indian Navy : 23 પાકિસ્તાની નાગરિકોએ ભારત ઝિંદાબાદના નારા લગાવ્યા અને ભારતીય નૌસેનાનો આભાર માન્યો છે. એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે કોઈ પાકિસ્તાની નાગરિક ભારતીય સેના કે ભારતીય નૌસેના વખાણ કરે. પરંતુ એ સાચું છે કે પાકિસ્તાની નાગરિકોએ ભારતના સમર્થનમાં નારા લગાવ્યા હતા. તેની પાછળ એક કારણ છે અને તેથી જ આજે 23 પાકિસ્તાની નાગરિકોની તેમના વતનમાં સુરક્ષિત વાપસી સુનિશ્ચિત થઈ શકી છે. 23 પાકિસ્તાની નાગરિક દળમાં સામેલ એક વ્યક્તિએ કહ્યું કે, અમે બધા ઈરાનના દરિયાઈ માર્ગે પાકિસ્તાન જઈ રહ્યા હતા. સોમાલિયાઓએ તેમને હાઈજેક કરી લીધા હતા. ભારતીય નૌસેના રાતથી અમારી પાછળ જ હતી. સોમાલિયાઓએ આખી રાત અમને હેરાન કર્યા પરંતુ હવે તેઓ અમને છોડી દીધા છે. હવે અમે આઝાદ છીએ. ઈન્ડિયન નેવીનો આભાર, ઈન્ડિયા ઝિંદાબાદ....

ભારતીય નૌસેના શુક્રવારે અરબ સાગરમાં અપહરણ કરાયેલા ઈરાની જહાજ અને તેના ક્રૂના 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા હતા. નૌસેનાદ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જહાજ FV AI કંબાર 786 પર સવાર પાકિસ્તાની નાગરિકોને 'ભારત ઝિંદાબાદ'ના નારા લગાવતા અને ભારતીય નૌસેનાનો આભાર માનતા જોઈ શકાય છે.

નૌસેનાએ કહ્યું કે તેમને 28 માર્ચના રોજ યમનમાં સોકોટ્રાથી 90 નોટિકલ માઈલ દક્ષિણ પશ્ચિમમાં ઈરાની માછીમારી જહાજ AI કંબાર 786 ના અપહરણની માહિતી મળી હતી ત્યારબાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. ઓપરેશનની સફળતા બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નૌસેનાએ અપહરણ કરનારા નવ સશસ્ત્ર ચાંચિયાઓની ધરપકડ કરી લીધી છે અને તેમને એન્ટી-પાયરસી એક્ટ 2022 મુજબ વધુ કાનૂની કાર્યવાહી માટે ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. 



Google NewsGoogle News