Get The App

'પાકિસ્તાન જિંદાબાદ, ભારતીય મુસ્લિમો અલગ દેશ ઈચ્છે છે...' યુનિવર્સિટીના પ્રોફેસરની વિવાદિત પોસ્ટ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
'પાકિસ્તાન જિંદાબાદ, ભારતીય મુસ્લિમો અલગ દેશ ઈચ્છે છે...' યુનિવર્સિટીના પ્રોફેસરની વિવાદિત પોસ્ટ 1 - image


Image Source: Facebook

પટના, તા. 06 જાન્યુઆરી 2024 શનિવાર

બિહારની જયપ્રકાશ નારાયણ યુનિવર્સિટી છપરાના એક પ્રોફેસરની દેશ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. મામલો બહાર આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. નારાયણ કોલેજ ગોરિયા કોઠી સિવાનના આસિસ્ટન્ટ પ્રોફેસર ખુર્શીદ આલમે પાકિસ્તાનનું સમર્થન અને મુસ્લિમ માટે અલગ દેશની માંગણી કરતી આ પોસ્ટ શેર કરી છે. યુનિવર્સિટી તંત્રએ આ પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેપી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો રંજીત સિંહે કહ્યુ છે કે તેમને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. નિયમો મુજબ અને સાચો જવાબ ન મળવા પર મોટી કાર્યવાહી થઈ શકે છે.

પ્રોફેસર ખુર્શીદ આલમે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે- હુ રાજ્ય અને દેશની સરકારને અપીલ કરુ છુ કે ભારતીય મુસલમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલુ એક અલગ રાષ્ટ્ર ઈચ્છે છે. આ પોસ્ટ સામે આવતા જ જેપી યુનિવર્સિટી સહિત સમગ્ર સારણ જિલ્લાનો માહોલ બદલાઈ ગયો છે. વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ખુર્શીદ આલમની આ પ્રવૃતિ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.

ખુર્શીદ આલમની આ પહેલી વિવાદાસ્પદ પોસ્ટ નથી. આ પહેલા પણ તેમણે ફેસબુક પર પાકિસ્તાનનું સમર્થન અને ભારતનો વિરોધ કરનાર નિવેદન જારી કર્યા હતા. પહેલા તેમણે લખ્યુ હતુ- યુનાઈટેડ પાકિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદ. છત્તીસગઢમાં પાકિસ્તાનનો ધ્વજ લહેરાવનાર યુવકની ધરપકડ પર પણ તેમણે દેશ વિરોધી નિવેદન જારી કર્યું હતુ. ખુર્શીદ આલમે ત્યારે લખ્યુ હતુ- પાકિસ્તાન જિંદાબાદ અમને પણ સંમતિ અને આત્મનિર્ણયનો અધિકાર છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ પ્રોફેસર ખુર્શીદ આલમની વિવાદાસ્પદ પોસ્ટને જોયા બાદ કાર્યવાહી કરવાની માંગણી ઉગ્ર કરી દીધી છે. તેમની તરફથી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. રણજીત કુમારે નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે નારાયણ યુનિવર્સિટી ગોરિયાકોઠીના રાજનીતિ શાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ખુર્શીદ આલમ ફેસબુક એકાઉન્ટ દ્વારા સતત દેશના ટુકડા કરવા અને મુસ્લિમો માટે એક નવા દેશ બનાવનારુ રાષ્ટ્રવિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. એબીવીપીએ તેમને દેશ વિરોધી પ્રવૃતિ માટે બરતરફ કરીને એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે.

રજિસ્ટ્રારે કહ્યુ છે કે કુલપતિ ડો કેસી સિન્હાએ આ અંગે હસ્તક્ષેપ કર્યો છે. તેમણે આને ગેરકાયદેસર ગણાવતા શો કોઝનો આદેશ આપ્યો. ખુર્શીદ આલમનો જવાબ આવ્યા બાદ તેમને કુલપતિના વિચારણા માટે પ્રોડ્યૂસ કરવામાં આવશે. જે બાદ વીસીના આદેશ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેમને સસ્પેન્ડ કરવામાં આવશે.


Google NewsGoogle News