Get The App

'પાકિસ્તાનનો કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે...' યુપીના CM યોગીનું મોટું નિવેદન

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
'પાકિસ્તાનનો કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે...' યુપીના CM યોગીનું મોટું નિવેદન 1 - image


Image: Facebook  

Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે 'પાકિસ્તાનનું કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે'. મહર્ષિ અરવિંદે 1947માં જ જાહેરાત કરતાં કહ્યું હતું કે આધ્યાત્મિક જગતમાં પાકિસ્તાનની કોઈ વાસ્તવિકતા નથી. 

સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે "જ્યારે આધ્યાત્મિક જગતમાં કોઈનું વાસ્તવિક સ્વરૂપ નથી તો તેનો નાશ જ થવાનો છે. તેની નશ્વરતાને આપણે શંકાની દ્રષ્ટિથી જોવી જોઈએ નહીં. આપણે એ માનવું જોઈએ કે આ થશે, પરંતુ આ માટે આપણે પણ તૈયાર થવું પડશે. આપણે આપણી તે ભૂલોમાં ફેરફાર કરવો પડશે, જે ભૂલોના કારણે વિદેશી આક્રમણકારોને ભારતની અંદર ઘૂસવા, ભારતના પવિત્ર તીર્થ સ્થળોને તોડવા અને ભારતની અખંડતા અને સંસ્કૃતિને નાશ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. તે પ્રકારની ભૂલો અને વિભાજનની દુર્ઘટના, જે જાતિ વિભાજન અને ક્ષેત્રીય વિભાજન-ભાષાયી વિભાજન રૂપમાં છે, તે સૌથી ઉભરીને આપણે પહેલા રાષ્ટ્રની તર્જ પર કામ કરવું પડશે."

બાંગ્લાદેશને લઈને વિપક્ષી દળો પર CMનું નિશાન

સીએમ યોગીએ કહ્યું, 'આજે દોઢ કરોડ હિંદુ બાંગ્લાદેશની અંદર બૂમો પાડીને પોતાનો જીવ બચાવવાની વિનંતી કરી રહ્યાં છે, પરંતુ દુનિયા મૌન છે. દેશના સેક્યુલરિસ્ટનું મોં બંધ છે કેમ કે આ કમજોર છે. તેમને લાગે છે કે તેમની વોટ બેન્ક ખસી જશે. વોટ બેંકની ચિંતા છે પરંતુ માનવીય સંવેદના તેમની મરી ચૂકી છે. માનવતાની રક્ષા માટે તેમના મોઢેથી એક પણ શબ્દ નીકળવાનો નથી કેમ કે તેમણે આઝાદી બાદ તે પ્રકારની રાજનીતિને પ્રેરિત અને પ્રોત્સાહિત કરી છે. તેને લઈને આગળ વધી રહ્યાં છે. આ સતત વહેંચો અને રાજ કરોની રાજનીતિ હેઠળ દેશની અંદર કાર્ય કરે છે.'

સ્વાર્થ માટે ભારતને વિભાજનની દુર્ઘટના તરફ ધકેલવામાં આવ્યુ

આ પહેલા સીએમ યોગીએ ટ્વીટ કરી કહ્યું હતું કે વિશ્વને 'વસુધૈવ કુટુંબકમ્' ના આત્મીય ભાવથી પરિચિત કરાવનારા આપણા ભારત માતાને આજના જ દિવસે 1947માં રાજકીય સ્વાર્થ માટે વિભાજનની દુર્ઘટના તરફ ધકેલવામાં આવી હતી. આ માત્ર દેશનું વિભાજન નથી પરંતુ માનવતાનું વિભાજન હતું. આ અમાનવીય નિર્ણયથી અસંખ્ય નિર્દોષ નાગરિકોને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા. વિસ્થાપન વેઠવું પડ્યું, મુશ્કેલીઓ સહેવી પડી. આ અમાનવીય દુર્ઘટનામાં બલિદાન થયા. તમામ નિર્દોષ નાગરિકોને આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.!


Google NewsGoogle News