Get The App

પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
Pakistan Violates Ceasefire


Pakistan Violates Ceasefire: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તેમજ હજુ પણ પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. સોમવાર અને મંગળવારે રાત્રે પાકિસ્તાને પાંચમી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો.

આતંકવાદીઓ સામે ભારતીય સેનાની કડક કાર્યવાહી 

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સ્થાનિક આતંકવાદીઓના ઘરોને પણ તોડી પાડવામાં આવ્યા છે. 

શંકાસ્પદ ગતિવિધિ પર સુરક્ષા દળોની નજર

આતંકવાદીઓદી ગતિવિધિઓના સંકેતો ધરાવતા બૈસરન ઘાટીને અડીને આવેલા કોકરનાગના જંગલોને સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે. એવા સમાચાર છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. સેના દરેક દિશામાં તપાસ કરી રહી છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ

પાકિસ્તાને અન્ય દેશો પાસે માંગી મદદ 

પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ચીન, તુર્કીયે અને બ્રિટન સહિત ઘણા દેશો પાસેથી મદદ માંગી છે. અહેવાલો અનુસાર, એક ગુપ્ત વિમાન તુર્કીયેથી પાકિસ્તાન પહોંચ્યું છે. પાકિસ્તાને આ દ્વારા દારૂગોળો મંગાવ્યો છે. દુનિયામાં ફક્ત થોડા જ દેશો બચ્યા છે જે પાકિસ્તાનના આતંકવાદને સમર્થન આપે છે. 

પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ 2 - image

Tags :