પાકિસ્તાન ભારતીય પાયલોટ અભિનંદનને આવતીકાલે મુક્ત કરાશે
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019 ગુરુવાર
પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાનખાનનું પાકિસ્તાની સંસદમાં મોટુ નિવેદન આપ્યુ છે. ઈમરાને કહ્યુ અમે શાંતિના પ્રતીકરૂપે અમે ભારતીય પાયલોટને છોડી દઈશુ.
ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના F16 વિમાનને નિશાન બનાવ્યાં બાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું મિગ-21 બુધવારે ક્રેશ થયું. તેમણે પેરાશૂટ દ્વારા ઇજેક્ટ થવુ પડ્યુ. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પડ્યો. ત્યાં પહોંચ્યા બાદ અભિનંદનને અહેસાસ થયો કે તે પીઓકેમાં છે.
વિદેશ મંત્રાલય દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો પાયલોટ સાથે ખરાબ વર્તાવ થયો તો ભારત આકરી કાર્યવાહી કરશે.પાકિસ્તાન કંધારમાં વિમાન હાઈજેકિંગ જેવી પરિસ્થિતિ ઉભી કરવા માંગે છે પણ પાયલોટને પાછો મોકલવાના મામલામાં કોઈ સોદાબાજી નહીં થાય.
પાકિસ્તાનની કસ્ટડી હેઠળના ભારતીય પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને તાત્કાલિક છોડી મુકવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સમક્ષ માગ કરી હતી.