પુલવામા અને ઉરી હુમલાના માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં ગોળી મારી હત્યા, અત્યાર સુધી 23 આતંકીના મોત
ઠાર થયેલો આતંકી ભોલા ખાન કાશ્મીરમાં આતંક ફેલાવવા ખૈબર પખ્તૂનવા ગયો હતો
અજાણ્યા બંદૂકધારીઓએ અત્યાર સુધીમાં 23 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા
ખૈબર પખ્તૂનવા, તા.18 નવેમ્બર-2023, સોમવાર
પાકિસ્તાન (Pakistan)માં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવાનો સિલસિલો યથાવત્ છે. અહીં વધુ એક આતંકવાદીને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. પુલવામાં અને ઉરી હુમલાના માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં હત્યા કરી દેવામાં આવી છે. લશ્કર-એ-તોઈબાનો વડો હાફિઝ સઈદ (Hafiz Saeed)નો નજીકનો સંબંધી ભોલા ખાનને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. મૃતક આતંકવાદી હબીબુલ્લાહ ઉર્ફે ભોલા ખાન ઉર્ફે બાબા ખાન (Baba Khan) કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે ખૈબર પખ્તૂનબામાં મોટાપાયે ભરતી કરી રહ્યો હતો. અહીંની પોલીસે ભોલા ખાનના મોતની પુષ્ટિ કરી છે.
મૃતક આતંકી સાંસદનો પિતરાઈ ભાઈ
મૃતક આતંકવાદી પાકિસ્તાનના પૂર્વ સાંસદ દાબર ખાન કુંડીને પિતરાઈ ભાઈ હતો. ભોલા ખાનની હત્યા બાદ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 23 આતંકવાદીઓને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાત ઉતાર્યા છે. બાબા ખાનની હત્યા અગાઉ 6 ડિસેમ્બરે પુલવામા અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હંજા અદનાની પણ ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. અદનાન હાફિઝ સહિદનો ડાબો હાથ હતો.
અજાણ્યા બંદૂકધારીઓએ 23 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા
આ પહેલા પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની પણ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીમારી હત્યા કરી હતી હતી. આમ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 23 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારાય છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, મૃતક આતંકવાદી બાબા ખાન ઉરી હુમલા (Uri Attack)ની યોજના ઘડવા અને તેને અંજામ આપવાની આતંકી પ્રવૃત્તિમાં સામેલ હતો. પુલવામા હુમલા (Pulwama Attack)માં પણ હાફિઝ સઈદ સહિત બાબા ખાનનો હાથ હતો.