Get The App

કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવા પાકિસ્તાનના ધમપછાડા, ભારત પર દબાણ વધારવા અનેક દેશોને અપીલ

સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંયુક રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન ગણાવ્યું

આર્ટિકલ 370 પર ભારતના નિર્ણયને પાછો ખેંચવા કહેવું જોઈએ - પાકિસ્તાનના વિદેશમંત્રી

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવા પાકિસ્તાનના ધમપછાડા, ભારત પર દબાણ વધારવા અનેક દેશોને અપીલ 1 - image
Image:SocialMedia

Pakistan Foreign Minister On Article 370 : પાકિસ્તાનના ફરી એકવાર વર્ષ 2019ની જેમ સતત વિશ્વના જુદા-જુદા દેશો અને સંસ્થાઓને પત્ર લખી રહ્યું છે. જેમાં તે સુપ્રીમ કોર્ટની તરફથી જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 પર આવેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા ભારત પર દબાણ બનાવવાની માંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન અને યુરોપિયન યુનિયનને પત્ર લખી જમ્મૂ કાશ્મીર પર ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરકાયદેસર ગણાવી તેના પર ધ્યાન આપવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંયુક રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન ગણાવ્યું

જિલાનીએ આ સંસ્થાઓને લખેલા પત્રોમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત વિવાદિત ક્ષેત્રની અંતિમ સ્થિતિ નક્કી કરવા માટે સ્થાનિક કાયદા અને ન્યાયિક નિર્ણયો લાગુ કરી શકાય નહીં. જિલાનીએ ભારતના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત સંયુક રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો, ખાસ કરીને ઠરાવ 122 (1957)નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતના આ પગલાં પર જમ્મુ-કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં સમાવિષ્ટ જોગવાઈઓને અવગણી શકાય નહીં.

આર્ટિકલ 370 પર ભારતના નિર્ણયને પાછો ખેંચવા કહેવું જોઈએ - પાકિસ્તાનના વિદેશમંત્રી

જિલાનીએ સંયુક રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જમ્મૂ અને કાશ્મીર વિવાદ પર તેના ઠરાવોનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. તેણે કહ્યું છે કે તેણે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ બદલવા માટે 5 ઓગસ્ટ, 2019 ના રોજ લીધેલા ભારતના નિર્ણયને પાછો ખેંચવા માટે કહેવું જોઈએ. જેથી ત્યાં જૂની સ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાય. ભારતની 5 ઓગસ્ટ, 2019ના રોજ લેવાયેલી કાર્યવાહી ગેરકાયદેસર અને એકતરફી હતી. આ પગલાંનો હેતુ જમ્મુ અને કાશ્મીરની વસ્તી વિષયક માળખું અને રાજકીય લેન્ડસ્કેપ બદલવાનો છે. આ ગેરકાયદેસર પગલાંનો હેતુ કાશ્મીરીઓને તેમની જ ભૂમિ પર શક્તિવિહીન સમુદાયમાં ફેરવવાનો છે. જેના પર દુનિયાએ ધ્યાન આપવું જોઈએ.

પાકિસ્તાનની સાથે સાથે ચીન પણ નાખુશ

ભારતીય સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ તેના ચુકાદામાં કહ્યું હતું કે 2019માં આર્ટિકલ 370 હટાવવાની પ્રક્રિયા કાયદેસર છે. આ નિર્ણયથી પાકિસ્તાન ખુશ નથી. પાકિસ્તાનના વિદેશમંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ આ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદો ભારતના આ નિર્ણયને માન્યતા આપતો નથી. આ એકતરફી નિર્ણય છે. સુપ્રીમ કોર્ટના આર્ટિકલ 370 અંગેના નિર્ણયથી પાકિસ્તાનની સાથે સાથે ચીન પણ નાખુશ છે. ચીને પણ કહ્યું છે કે ભારત તરફહતી આ નિર્ણય એકતરફી અને ગેરકાયદેસર છે.

કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવા પાકિસ્તાનના ધમપછાડા, ભારત પર દબાણ વધારવા અનેક દેશોને અપીલ 2 - image


Google NewsGoogle News