Get The App

પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઇન લખેલી બેગ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા, પાકિસ્તાની નેતાએ કર્યા વખાણ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઇન લખેલી બેગ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા, પાકિસ્તાની નેતાએ કર્યા વખાણ 1 - image


Priyanka gandhi  Palestine written bag: વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સંસદમાં એક બેગ લઈને પહોંચ્યા હતા. આ બેગ પર પેલેસ્ટાઈન (Palestine) લખ્યું હતું. તેમના આ પગલાને પેલેસ્ટાઈનીઓનું સમર્થન અને એકજૂથતા દર્શાવવાના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે પ્રિયંકા ગાંધીના આ પ્રતીકાત્મક પગલાની પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. 

પેલેસ્ટાઈન બેગ મામલે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. તેમણે લખ્યું કે, જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીના પૌત્રીથી આપણે આનાથી વધારે શું આશા રાખી શકીએ? પ્રિયંકા ગાંધીએ પિગ્મીઓ વચ્ચે પોતાની ધાક જમાવી રાખી છે. એ ખૂબ જ શરમજનક વાત છે કે, આજ સુધી કોઈ પાકિસ્તાની સાંસદે આવી હિમ્મત નથી કરી.


પેલેસ્ટાઈન પ્રતિકોનો ઉપયોગ

પ્રિયંકા ગાંધીની હેન્ડબેગમાં ‘પેલેસ્ટાઈન’ શબ્દ સાથે તરબૂચની તસવીર પણ હતી. તરબૂચને પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેને પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો એક હિસ્સો માનવામાં આવે છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં વારંવાર તરબૂચની તસવીરો અને ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ગાઝા સંઘર્ષ પર પ્રિયંકા ગાંધીનું સ્ટેન્ડ

પ્રિયંકા ગાંધી લાંબા સમયથી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે અને ગાઝામાં સંઘર્ષને લઈને તેમણે ઘણી વખત મજબૂતાઈથી વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રિયંકા ગાંધી ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીઓની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે ગાઝામાં સૈન્ય અભિયાનો દરમિયાન ઈઝરાયલ પર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની કાર્યવાહીની નિંદા કરી હતી અને વિશ્વભરના દેશોને તેમની નિંદા કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: સંસદમાં જતાં પ્રિયંકા ગાંધીના બેગની ભારે ચર્ચા, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ


આ તુષ્ટિકરણની રાજનીતિ

ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધીના આ પગલા પર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે, ગાંધી પરિવાર હંમેશાથી જ તુષ્ટિકરણની બેગ સાથે રાખે છે. ચૂંટણીમાં હારનું કારણ પણ આ તુષ્ટિકરણની રાજનીતિ જ છે.


Google NewsGoogle News