VIDEO: ‘આપણે હળીમળીને સરકાર બનાવીએ’ અપક્ષ સહિત તમામ પક્ષોને નવાઝ શરીફનું આમંત્રણ

પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે નવાઝ શરીફે સમર્થકોને સંબોધન કરતા કહ્યું, ‘અમે સૌથી મોટી પાર્ટી’

અમારી પાર્ટી દેશમાં યુદ્ધ ઇચ્છતી નથી, પાકિસ્તાનને પોષાય તેમ નથી : નવાઝ શરીફ

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘આપણે હળીમળીને સરકાર બનાવીએ’ અપક્ષ સહિત તમામ પક્ષોને નવાઝ શરીફનું આમંત્રણ 1 - image


Pakistan Election Results 2024 : પાકિસ્તાનમાં સંસદીય અને પ્રાંતીય ચૂંટણી માટે મતગણતરી બાદ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) પ્રમુખ નવાઝ શરીફે (Nawaz Sharif) સમર્થકોનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે પીએમએલએનની જીતનો દાવો કરતા કહ્યું કે, ચૂંટણીમાં અમે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા છીએ.

‘અમે પાકિસ્તાનને મુસીબતમાંથી બહાર કાઢવા માંગીએ છીએ’

નવાજે ભાવુક થઈ સમર્થકોને કહ્યું કે, ‘મેં તમને ઘણીવાર કહ્યું છે કે, I love you too. હું તમારી આંખોમાં આજે ચમક જોઈ રહ્યો છું, જે કહી રહી છે કે, અમને મુસીબતમાંથી બહાર કાઢો. આ ચમક કહી રહી છે કે, અમાર જિંદગીને રોશન કરો. અમે તમામને અભિનંદન પાઠવવા માંગીએ છીએ કે, પીએમએલ-એન દેશની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. અમે પાકિસ્તાનને મુસીબતમાંથી બહાર કાઢવા માંગીએ છીએ. અમે જનાદેશનું સન્માન કરીએ છીએ. સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવતા અમારી જવાબદારી છે કે, અમે પાકિસ્તાનને આ મુસીબતમાંથી બહાર કાઢીએ.’

દેશને સંકટમાંથી બહાર કાઢીશું : નવાઝ શરીફ

નવાઝે કહ્યું કે, ‘અમારી પાર્ટી અપક્ષ ઉમેદવારો સહિત તમામ પાર્ટીના જનાદેશનું સન્માન કરે છે. અમે તમામ પાર્ટીઓને આમંત્રણ આપી રહ્યા છે કે, આવો, સાથે મળીને સંકટગ્રસ્ત પાકિસ્તાનને ફરી ઉભી કરીએ. આપણો એજન્ડા પાકિસ્તાનને ખુશખુશાલ બનાવવાનો છે અને તમે જાણો છો કે, મેં અગાઉ પણ આવું કર્યું છે. અમે અપક્ષ ઉમેદવારોને પણ વિનંતી કરીએ છીએ કે, તેઓ આ દેશને સંકટમાંથી બહાર કાઢે અને અમારી મદદ કરે. હાલના મુશ્કેલ સમયમાંથી દેશને બહાર કાઢી શકાય, તે માટે તમામ રાજકીય પક્ષોએ એક સાથે આવી અને મળીને સરકાર બનાવવાની જરૂર છે.’

‘અમારી પાસે પરમાણુ તાકાત’

તેમણે વધુમાં કહ્યું કે, ‘તમે લોકો અમારા ઇરાદા જાણો છો. અમે ઘણી વખત દેશને આર્થિક સ્થિતિઓમાંથી બહાર કાઢ્યો છે. તમે જાણો છો કે, મારી વખતે દેશ ખુશખુશાલ આગળ વધી રહ્યો હતો. આપણે પાકિસ્તાનને 21મી સદીમાં લઈ જવું પડશે. જ્યારે હું પ્રથમવાર 1990માં વડાપ્રધાન બન્યો હતો. ત્યારે દેશની જે પ્રગતિ હતી તે આજે પણ યથાવત્ હોત તો દેશ આજે ઘણો આગળ વધી ગયો હોત. પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે, આજે પણ પાકિસ્તાનને કોઈ આંખ દેખાડી શકતું નથી, કારણ કે આપણી પાસે પરમાણુ તાકાત છે. અમારી પાર્ટી દેશમાં યુદ્ધ ઇચ્છતી નથી કારણ કે પાકિસ્તાન તે પરવડી શકે તેમ નથી. પાકિસ્તાનમાં ઓછામાં ઓછા દસ વર્ષમાં સ્થિરતા આવશે.’


Google NewsGoogle News