પાકિસ્તાન ચૂંટણી: નવાઝ શરીફની મુશ્કેલી વધી, PM પદ માટે વધુ એક દાવેદારની એન્ટ્રી
પાકિસ્તાનની ચૂંટણીમાં ત્રીશંકુ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન પદનો મામલો ગૂંચવાયો
PPPને ગઠબંધનની સરકાર બનાવવાનું આમંત્રણ આપવું નવાઝ શરીફને ભારે પડ્યું
Pakistan Election 2024 : પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયાના બે દિવસ પછી પણ સંપૂર્ણ પરિણામો સામે આવ્યા નથી. ત્યાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. પરિણામાં સૌથી વધુ ઈમરાન ખાન (Imran Khan)ની પાર્ટી સમર્થિત ઉમેદારોએ સૌથી વધુ બેઠકો મળી છે, ત્યારબાદ ત્રણ વખત પૂર્વ પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફ (Nawaz Sharif) અને બિલાવર ભુટ્ટો (Bilawal Bhutto)ની પાર્ટીનો નંબર આવે છે. ઈમરાન સમર્થક અપક્ષ ઉમેદવારો 92 બેઠકો સાથે આગળ છે. નવાઝની પાર્ટી 75 બેઠકો સાથે બીજા નંબર પર છે. બિલાવર ભુટ્ટોની પાર્ટી 54 બેઠકો પર આગળ છે. જોકે આ દરમિયાન બિલાવલ ભુટ્ટોની પાર્ટીએ નવાઝની પાર્ટીને જોરદાર આંચકો આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
બિલાવર ભુટ્ટોને વડાપ્રધાન બનાવવાની માંગ
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના અધ્યક્ષ શહબાઝ શરીફે (Shehbaz Sharif) પક્ષના નેતાઓને કહ્યું કે, ‘પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઝરદારી (Asif Zardari )એ પોતાના પુત્ર અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને વડાપ્રધાન પદ અને મહત્વના મંત્રીસ્તરીય વિભાગોની માંગ કરી છે.’
‘ગઠબંધન સરકાર બનાવવી હોય તો બિલાવલને પીએમ બનાવો’
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પીપીપીએ પીએમએલ-એન સાથે ગઠબંધન સરકાર બનાવવા માટે બિલાવલને વડાપ્રધાન બનાવવાની શરત મુકી છે. શહબાજ શરીફે પક્ષના નેતાઓને જણાવ્યું કે, ‘ઝરદારીએ ઓફર કરી છે કે, બિલાવલને પીએમ બનાવવાના બદલામાં પંજાબ પ્રાંતમાં સરકાર (Punjab Provincial Government) બનાવવા માટે પીપીપી પીએમએલ-એનનું સમર્થન કરશે.’
પીએમએલ-એન પીએમ પદ છોડવા નથી ઈચ્છતી
પક્ષના સૂત્રોએ દાવો કર્યો છે કે, પીએમએલ-એન નેતૃત્વ આઘાતમાં છે, કારણ કે ચૂંટણી પરિણામ તેમના અંદાજથી તદ્દન જુદા આવ્યા છે. તેમણે કહ્યું કે, નવાઝ શરીફ, મરિયમ નવાઝ અને અન્ય પીએમએલ-એન નેતા અતિ આત્મવિશ્વાસમાં હતા અને ચૂંટણીના દિવસે પાર્ટીના ટોપ નેતાઓ રેલીઓ કરવામાં, ઘર-ઘરે જઈને અભિયાન કરવામાં, મોટાપાયે સાર્વજનિક અભિયાનમાં અને મતદારો સાથે સીધા સંપર્કમાં વધુ ધ્યાન આપ્યું ન હતું.
હવે નવાઝ શરીફની પાર્ટી શું કરશે?
સૂત્રોએ દાવો કર્યો છે કે, બેઠકમાં એવો નિર્ણય કરાયો છે કે, જો પીપીપી સાથે વાતચીત નિષ્ફળ જશે તો આવી સ્થિતિમાં પીએમએલ-એન MQM, JUI-F અને અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવશે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, જો આ શક્ય બનશે તો પીએમએલ-એન શહબાઝ શરીફને વડાપ્રધાન અને મરિયમ નવાઝને પંજાબ પ્રાંતની મુખ્યમંત્રી બનાવશે.