સર્જિકલ સ્ટ્રાઇક અંગે પાકિસ્તાનની પોલ ખુલી, સ્થાનિક પત્રકારે દુનિયા સમક્ષ સત્ય સ્વીકાર્યું!
Surgical Strike: પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાની વાતનો સતત અસ્વીકાર કરતાં પાકિસ્તાનનું જૂઠાણું વિશ્વ સમક્ષ રજૂ થયું છે. પાકિસ્તાનના જ એક સ્થાનિક વરિષ્ઠ પત્રકારે સ્વીકાર્યું છે કે, ભારતે પાકિસ્તાનમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.
પાકિસ્તાનના પત્રકાર નઝીમ સેઠીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેમજ હાલમાં પાકિસ્તને જે રીતે અફઘાનિસ્તાનમાં ઘૂસી હુમલો કરી રહ્યું છે. તે બાબત ભારત પાસેથી શીખી હતી.
ભારત પાસેથી પાકિસ્તાન શીખ્યું
પત્રકાર નઝીમ સેઠીએ એક ઇન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેના પર યુઝર્સ પાકિસ્તાનની આકરી ટીકા કરી રહ્યું છે. આ વીડિયો ક્લિપ ‘પાક અનટોલ્ડ’ નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી હતી. નઝીમે વીડિયોમાં કહ્યું હતું કે, ‘ભારત તરફથી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકમાંથી શીખ મેળવી પાકિસ્તાન સેના અફઘાની સેનાને બોધપાઠ ભણાવવા હવાઈ હુમલા કરી રહી છે. આ રીતે અમે અમુક મહત્ત્વપૂર્ણ નેતાઓને ઠાર માર્યા છે.’
આ પણ વાંચોઃ 'આવી આગ કદી જોઈ નથી..', લોસ એન્જલસના જંગલોમાં ભીષણ દાવાનળ, 70000ને બચાવાયા
ભારતે એરસ્ટ્રાઇકની નિંદા કરી
ભારતે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈકની નિંદા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણઘીર જયસ્વાલે જણાવ્યું કે, અફઘાન નાગરિકો પર પાકિસ્તાનની એરસ્ટ્રાઇક નિંદાને પાત્ર છે. પોતાની નિષ્ફળતાઓ માટે પાડોશી પર દોષનો ટોપલો ઢોળવો તે પાકિસ્તાનની અત્યંત જૂની આદત છે. હવાઈ હુમલામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં લમાન સહિત અનેક ગામને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 15થી વધુ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના હુમલા બાદ તાલિબાને વળતો પ્રહાર કરવાની ધમકી આપી હતી.