Get The App

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝના યુ-ટ્યુબ ચેનલ બંધ

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
Pakistani News Youtube Channels Banned in India


Pakistani News Youtube Channels Banned in India: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલ ભારતમાં બેન  

આ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા ઘણા મોટા યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે, ભારતમાં ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પહલગામ આતંકવાદી ઘટનાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો નિર્ણય

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી ઘટના બાદ ગૃહ મંત્રાલયની ભલામણોને ધ્યાનમાં લઈને ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, જૂઠાણા અને ખોટી માહિતી ફેલાવવા બદલ ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો: યુપીના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, તળાવ કિનારે ભેખડ ધસી, 5 મહિલાના દટાઈ જતાં મોત

પાકિસ્તાનની જે 11 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શોએબ અખ્તરની ચેનલ તેમજ ત્યાંના ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય છે ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર ટીવી, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ અને ઉઝૈર ક્રિકેટ જેવા નામોનો સમાવેશ થાય છે. 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝના યુ-ટ્યુબ ચેનલ બંધ 2 - image

Tags :