Get The App

રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’ 1 - image


Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે (25 એપ્રિલ) કાશ્મીર ખીણની મુલાકાત લેશે અને ઈજાગ્રસ્તોની હાલત પૂછવા માટે અનંતનાગ હોસ્પિટલની મુલાકાત લેશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ અહેમદ મીરે રાહુલ ગાંધીની આવતીકાલે શ્રીનગર અને અનંતનાગની મુલાકાતની પુષ્ટિ કરી છે.

રાહુલ ગાંધી હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે

તેમણે કહ્યું કે, રાહુલ શુક્રવારે શ્રીનગર પહોંચશે અને ઈજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવવા માટે અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજની મુલાકાત લેશે, જેઓની ત્યાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેઓ શ્રીનગર પાછા ફરશે અને રાજ્ય નેતૃત્વ દ્વારા આયોજિત પાર્ટી કાર્યક્રમમાં હાજરી આપશે.

રાહુલ ગાંધી યુએસ પ્રવાસ ટૂંકાવી તાત્કાલીક ભારત આવ્યા

તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરવાનો છે. રાહુલ ગાંધી ગુરુવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે પોતાનો અમેરિકાનો પ્રવાસ ટુંકાવી તાત્કાલીક પરત આવ્યા હતા. તેમણે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં આ આતંકવાદી હુમલા વિશે તમામ પક્ષોને માહિતી અપાઈ હતી. સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ આતંકવાદી હુમલા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને સમર્થન આપશે.

સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બેઠકમાં હાજરી આપ્યા બાદ મીડિયાને કહ્યું કે, તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આતંકવાદ સામે સમગ્ર વિપક્ષ સરકારની સાથે છે. આ મામલે સરકાર ગમે તે પગલાં લે, વિપક્ષ સરકારની સાથે ઉભો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. બધા પક્ષોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

રાહુલ ગાંધીએ અમેરિકાનો પ્રવાસ ટૂંકાવ્યો

જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી અમેરિકામાં હતા. પરંતુ હુમલાના સમાચાર મળતાં જ તેમણે પોતાનો અમેરિકન પ્રવાસ ટૂંકાવી તરત જ ભારત પાછા ફર્યા. ત્યારબાદ તેમણે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી. હવે આ બેઠક બાદ રાહુલ ગાંધીએ કાશ્મીરની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. શુક્રવારે કાશ્મીરની મુલાકાત દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને મળશે.

આ પણ વાંચો : પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ... છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના

આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- 'સરકારને અમારો પૂરો સપોર્ટ'

Tags :