પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ કોણ? હાફિઝ સઈદ સાથે કનેક્શન, પાક. સૈન્યનો પણ ટેકો
Who Is Pahalgam Terror Attack Mastermind: જમ્મુ-કાશ્મીરના પહલગામ ખીણમાં થયેલા આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં 28 લોકોના મોત થયા છે. આ આતંકી હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી છે. આ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે. જે સૈફુલ્લાહ કસૂરી નામથી ઓળખાય છે.
કોણ છે સૈફુલ્લાહ ખાલિદ?
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં લોકોને તેમના નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકી હુમલાની જવાબદારીધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે. સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તેમજ પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપે છે.
આ પણ વાંચોઃ હાથમાં હથિયાર અને પઠાણી સૂટ... પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી
નવયુવાનોનું બ્રેઇનવૉશ કરે છે
સૈફુલ્લાહ ખાલિદને પાકિસ્તાન તરફથી મોટાપાયે સમર્થન મળે છે. તે પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપી ત્યાંના નાગરિકો અને સેનાને ભડકાવવાનું કામ કરે છે. નવયુવાનોનું બ્રેઇનવૉશ કરી તેમને આતંકી બનવા મજબૂર કરે છે. સૈફુલ્લાહે બે મહિના પહેલાં જ પાકિસ્તાનના પંજાબના કંગનપુરમાં એક જેહાદી ભાષણ આપ્યું હતું.
કોણ છે TRF?
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.