Get The App

ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી 1 - image


India-Afghanistan Friendship : પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનની એક પછી એક મુશ્કેલીઓ વધારી રહ્યું છે. ભારતે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાને ભારત માટે એર સ્પેસ બંધ કરવાની, ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના કારોબાર માટે તેની જમીન આપવાની સહિતના નિર્ણયો લીધા હતા. જોકે હવે ભારતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે મહત્ત્વ પ્રોજેક્ટ પર મોટો નિર્ણય લઈ પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે.

અફઘાનિસ્તાને રોકાણ કરવા માટે ભારતને આમંત્રણ આપ્યું

વાસ્તવમાં ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ આનંદ પ્રકાશ અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી એમ.એ.કે.મુત્તકી સાથે મુલાકાત થઈ છે. મુત્તકીએ અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા માટે ભારતને આમંત્રણ આપતા ભારતીય પ્રતિનિધિમંડળે ઘણી સકારાત્મક પ્રતિક્રિયા દેખાડી છે.

ભારત અફઘાનિસ્તાનમાં રોકાણ અને બંધ ચાર પ્રોજેક્ટો શરૂ કરશે

ભારત અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ભારતે અફઘાનિસ્તાનમાં નવા રોકાણ કરવાની સાથે સાથે ચાર વર્ષથી બંધ પડેલા પ્રોજેક્ટો પર પણ કામ શરૂ કરવાની વાત કરી છે. બંને દેશો વચ્ચે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે.

અફઘાનિસ્તાને ભારતનો આભાર માન્યો

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ​​કાબુલમાં ભારતના સંયુક્ત સચિવ આનંદ પ્રકાશ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. કરઝાઈએ ​​ભારતના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણમાં અને અફઘાન વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ભારતમાં અફઘાન વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો ઉકેલ લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા સહિત આર્થિક સહયોગ વધારવાની હાકલ કરી હતી.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સંબંધ બગડ્યા

પહલગામ હુમલા બાદ પાકિસ્તાને એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો, જેના કારણે અફઘાનિસ્તાન નારાજ થયું છે. પાકિસ્તાને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે વેપાર માટે તેની જમીન પર કોઈપણ પ્રકારનો પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો છે. જોકે બાબત પહેલેથી જ લાગુ હતી, પરંતુ પાકિસ્તાને પહલગામ હુમલા બાદ આ સત્તાવાર જાહેરાત કરી છે.

આ પણ વાંચો : 3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

તાલિબાન સરકારે પહલગામ હુમલાની નિંદા કરી

કેટલાક ઉત્પાદનોનું આયાત-નિકાસ ટ્રકો દ્વારા થતી હતી, જોકે અટારી બોર્ડર બંધ કરાયા બાદ તે પણ બંધ થઈ ગયું છે. પહલગામ હુમલા બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને કહ્યું છે કે, આવા હુમલાના કારણે ક્ષેત્રીય સુરક્ષાને નુકસાન થાય છે.

ભારતે અફઘાનિસ્તાનને મોકલી દવાઓ

24 એપ્રિલે ભારતે અફઘાનિસ્તાનને ટિટાનસ, હેપેટાઇટિસ બી, ઈન્ફલ્યુએન્ઝાના 4.8 ટન ઈન્જેક્શન મોકલ્યા છે, જે અફઘાનિસ્તાનના ઈતિહાસમાં બહારથી આ પ્રકારની પહેલી સહાય છે. બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. વિદેશ મંત્રીએ ભારતને અફઘાનિસ્તાન સાથે રાજકીય અને આર્થિક સંબંધો વધુ વિકસાવવા જણાવ્યું છે. અફઘાનિસ્તાનમાં હાલમાં રોકાણ કરવાની સારી તકો છે અને ભારતે તેનો લાભ લેવો જોઈએ. બંને દેશોના નાગરિકોને એકબીજાના દેશોમાં સરળતાથી મુલાકાત લેવાની છૂટ હોવી જોઈએ. ઉદ્યોગપતિઓ, બીમાર લોકો, વિદ્યાર્થીઓ વગેરેને સરળતાથી વિઝા સુવિધાઓ મળવી જોઈએ.

આ પણ વાંચો : કર્ણાટકના CMનું નિવેદન પાકિસ્તાની સમાચાર પત્રોની હેડલાઈનમાં છપાતા વિવાદ, ભાજપે ક્લિપ શેર કરી

Tags :