કોણ બનશે પદ્મ વિભૂષણ રતન ટાટાનો ઉત્તરાધિકારી જે સંભાળશે 3800 કરોડનું સામ્રાજ્ય
Ratan TATA Successor: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે બુધવારે (નવમી ઓક્ટોબર) મોડી રાત્રે નિધન થયુ હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ તેમના ઉદાર કાર્યો અને દૂરદર્શિતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા હતા. પરંતુ જો રતન ટાટાને કોઈ સંતાન હોત તો કદાચ ક્યારેય એવો સવાલ ઊભો ન થયો હોત કે તેમના ઉત્તરાધિકારી કોણ હશે.
ટાટા ગ્રૂપની જવાબદારી કોણ સંભાળશે?
રતન ટાટાના નિધન પછી ટાટા ગ્રૂપની જવાબદારી કોણ સંભાળશે તેમાં ઘણાં નામ સામેલ છે. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા મોખરે છે. ટાટા ગ્રુપની જવાબદારી માત્ર નોએલ ટાટા પર જ નહીં પરંતુ ટાટાની નવી પેઢીના ખભા પર રહેશે. ટાટાની નવી પેઢીમાં લિઆ, માયા અને નેવિલનો સમાવેશ થાય છે. જે રતન ટાટાના સાવકા ભાઈ નોએલ નેવલ ટાટાના બાળકો છે. તે અન્ય વ્યાવસાયિકોની જેમ કંપની દ્વારા આગળ વધીને ટાટા ગ્રૂપમાં પોતાની છાપ બનાવવાનું ચાલુ રાખે છે.
આ પણ વાંચો: રતન ટાટાના નિધનથી બોલિવૂડ શોકમાં, સલમાન-અજય સહિત સેલેબ્સે જુઓ શું લખ્યું
સૌથી મોટી લિઆ ટાટાએ સ્પેનની મેડ્રિડમાં આઇઇ બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તે 2006માં તાજ હોટેલ્સ રિસોર્ટ એન્ડ પેલેસિસમાં સહાયક વેચાણ વ્યવસ્થાપક તરીકે ટાટા જૂથમાં જોડાઈ હતી અને હવે ધ ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે, વિવિધ ભૂમિકા દ્વારા આગળ વધી રહી છે.
નાની પુત્રી માયા ટાટાએ ટાટા કેપિટલમાં જૂથની મુખ્ય નાણાકીય સેવાઓ કંપનીમાં વિશ્લેષક તરીકે તેની કારકિર્દી શરૂ કરી છે. ત્યાં હતા ત્યારે તેમના ભાઈ નેવિલ ટાટાએ ટ્રેન્ટ ખાતે તેમની વ્યાવસાયિક સફર શરૂ કરી હતી, જે રિટેલ ચેઈન તેમના પિતાએ બનાવવામાં મદદ કરી હતી. નેવિલે ટોયોટા કિર્લોસ્કર ગ્રુપની વારસદાર માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે.
રતન ટાટાનો જન્મ 1937માં થયો હતો
દેશના સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિ અને અબજોપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ નવલ ટાટા અને સુની ટાટાના ઘરે થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણાં રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ ગ્રુપમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા હતા. આ જ કારણ છે કે દેશમાં દરેક વેપારી તેમજ બિઝનેસ જગતમાં એન્ટ્રી લેનારા યુવકો તેમને પોતાનો આદર્શ માને છે.
ટાટા સ્ટીલથી શરૂઆત કરી
રતન ટાટાનો ઉછેર તેમની દાદીએ કર્યો હતો. પ્રારંભિક અભ્યાસ પછી વર્ષ 1959માં રતન ટાટાએ ભારતમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું હતું. આ પછી, તેઓ વર્ષ 1962માં ભારત પાછા ફર્યા અને ટાટા સ્ટીલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, શરૂઆતમાં તેઓ એક કર્મચારી તરીકે જોડાયા હતા અને અનુભવ હાંસલ કર્યું હતું.