Get The App

'અમે સબકા સાથ, સબકા પ્રયાસને ભાવથી કામ કર્યું છે' : સૌને સાથે લઈ વિકાસ કાર્યો કર્યા છે

Updated: Mar 3rd, 2023


Google NewsGoogle News
'અમે સબકા સાથ, સબકા પ્રયાસને ભાવથી કામ કર્યું છે' : સૌને સાથે લઈ વિકાસ કાર્યો કર્યા છે 1 - image


- ભાજપની સતત જીતનું રહસ્ય શું છે ? વડાપ્રધાને જવાબ આપ્યો

નવી દિલ્હી : પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડમાં સંપૂર્ણ વિજય અને મેઘાલયમાં ધાર્યા કરતાં પણ વધુ સારૃં પ્રદર્શન કર્યા પછી ભાજપનો એકેએક કાર્યકર્તા ખુશ છે. તેઓએ દિલ્હી મુખ્યાલયમાં આજે ધામધૂમથી વિજય વધાવ્યો હતો. તે જશ્નમાં ખુદ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સહિત કેટલાયે વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિજય અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું, 'અમારી જીતનું રહસ્ય ત્રિવેણી'માં રહેલું છે. ત્રિવેણીનો અર્થ છે, ત્રણ ધારાઓનો સંગમ આ સંગમને લીધે જ ભાજપ સતત વિજયી બને છે. તેમાં પહેલી શક્તિ છે, ભાજપ સરકારોનું કામ અને વિકાસ યોજનાઓ, બીજી શક્તિ અમારી કાર્ય સંસ્કૃતિ છે, તે ઉપરાંત અમારી ત્રીજી શક્તિ જે બેહદ મહત્વપૂર્ણ છે તે છે અમારા કાર્યકર્તાઓ, તેઓનો પાર્ટી અને દેશ પ્રત્યેનો સેવાભાવ. આ ત્રણે શક્તિઓ સંગઠિત થઈને કામ કરે છે. અને ચૂંટણીઓમાં અમને વિજય અપાવે છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, કેટલાક લોકો મારી કબર ખોદવાની વાત કરે છે, મને મારવાની વાત કરે છે, પરંતુ સામાન્ય ચૂંટણીઓના પરિણામોએ સાબિત કરી આપ્યું છે કે, દેશભરમાં મોદીનું કમળ ખીલી રહ્યું છે. તેઓએ પરોક્ષ રીતે 'આપ' ઉપર આક્રમણ કરતાં કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે 'મર જા મોદી, મર જા મોદી' પરંતુ આજે દેશ કહી રહ્યો છે કે, 'મત જા મોદી, મત જા મોદી.'

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે પહેલાની સરકારો સમસ્યાઓને ટાળ્યા જ કરતી હતી. તેઓ સમસ્યાઓ તરફ જોતાં પણ ન હતા પરંતુ ભાજપે તે નીતિ બદલી નાખી છે. અમારી સરકારે કઠોરમાંથી કઠોર મુશ્કેલીઓને ખતમ કરવા પ્રયત્નો કર્યા છે. ભાજપથી જનતાની મુશ્કેલીઓ અને દુ:ખો જોઈ શકાતા નથી. જનતાની મુશ્કેલીઓ જોઈને અમને ઉંઘ નથી આવતી, અમે તે દૂર કરવા માટે મુશ્કેલમાંથી મુશ્કેલ પગલા ઉઠાવી રહ્યાં છીએ.


Google NewsGoogle News