ચિદમ્બરમે મોદી સરકારના કર્યા વખાણ, 2024ની ચૂંટણી પહેલા પ્રાદેશિક પક્ષોને આપી ચેતવણી

મોદી સરકારે 5 ટ્રિલિયનના અર્થતંત્ર માટે 2023-24નો સમય માગ્યો, પરંતુ કશું થયું નહીં : ચિદમ્બરમ

ચિદમ્બરમે કહ્યું, ‘મોદીની જીત થશે તો કેટલીક પાર્ટીઓનું અસ્તિત્વ ખતરામાં આવી જશે’

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ચિદમ્બરમે મોદી સરકારના કર્યા વખાણ, 2024ની ચૂંટણી પહેલા પ્રાદેશિક પક્ષોને આપી ચેતવણી 1 - image


Lok Sabha Election 2024 : કોંગ્રેસ (Congress) સાંસદ અને પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમે (P Chidambaram) મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે સ્વિકાર્યું કે, હાલની સરકારમાં કંઈક લાગુ કરવાનું હોય છે, તો તેને યોગ્ય રીતે લાગુ કરાય છે. તેમણે કોલકાતા (Kolkata)માં આયોજીત લિટ્રેચર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ‘આ સરકારની અમલ કામગીરી સારી છે. હું તેને સ્વીકારું છું. શા માટે મારે આનાથી નાખુશ થવું જોઈએ?’

ચિદમ્બરે 5 ટ્રિલિયનના અર્થતંત્રનો કર્યો ઉલ્લેખ

ચિદમ્બરે ઘણા મુદ્દાઓ પર વિરોધ પણ વ્યક્ત કર્યો 5 ટ્રિલિયનના અર્થતંત્રની કવાયત પર તેમણે કહ્યું કે, ‘તે લોકોએ (મોદી સરકાર) આ માટે 2023-24 સુધીનો સમય માગ્યો હતો, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે, આમાં વધુ બે સમય લાગશે. હવે તો કોઈ તારીખ પણ કહી રહ્યા નથી. તેઓ ગોલ મોસ્ટને ગુમાવી રહ્યા છે. જો 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે તો અમે ખુશ થઈશું.’

‘મોદી જીતશે તો...’ પ્રાદેશિક પક્ષોને ચિદમ્બરમની ચેતવણી

તેમણે કહ્યું કે, જો 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi) જીતશે તો સૌથી વધુ નુકસાન પ્રાદેશિક પાર્ટી (Regional Party)ઓને થશે અને અસ્તિત્વ પર સંકટ સર્જાશે. એક વાત યાદ રાખજો, જો વિરોધ નહીં હોય તો, મોદીની જીત થશે તો કેટલીક પાર્ટીઓનું અસ્તિત્વ ખતરામાં આવી જશે.’


Google NewsGoogle News