Get The App

લોકસભામાં શપથ લીધા બાદ અસદુદ્દીન ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન' કહેતાં હોબાળો મચ્યો, પ્રોટેમ સ્પીકરે કરી આ કાર્યવાહી

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
લોકસભામાં શપથ લીધા બાદ અસદુદ્દીન ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન' કહેતાં હોબાળો મચ્યો, પ્રોટેમ સ્પીકરે કરી આ કાર્યવાહી 1 - image


Image Source: Twitter

Asaduddin Owaisi Jai Palestine Row: AIMIMના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક નવા વિવાદને જન્મ આપ્યો છે. આજે જ્યારે તેઓ શપથ ગ્રહણ કરવા માટે લોકસભામાં પહોંચ્યા તો શપથ ગ્રહણ કર્યા બાદ 'જય પેલેસ્ટાઈન'નો નારો લગાવ્યો હતો. હવે તેના પર વિવાદ થઈ રહ્યો છે. જોકે, પ્રોટેમ સ્પીકરે આ શબ્દને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દીધો છે. 

તે સમયે લોકસભાના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા રાધા મોહન સિંહે સભ્યોને ખાતરી આપી હતી કે શપથ સિવાય બીજું કંઈ પણ રેકોર્ડ કરવામાં નહીં આવશે. થોડીવાર સુધી હોબાળો ચાલુ રહ્યો, ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ ફરી શરૂ થયો. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ થોડી  જ વારમાં સ્પીકર પદ પર પાછા ફર્યા અને કહ્યું કે માત્ર શપથ અથવા પ્રતિજ્ઞા રેકોર્ડ કરવામાં આવી રહી છે. 

તેમણે કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું છે કે, કૃપા કરી શપથ અથવા પ્રતિજ્ઞા સિવાય કોઈ બીજી વાતનો ઉલ્લેખ કરવાથી બચો. તેને જ માત્ર રેકોર્ડ કરવું જોઈએ. તેનું પાલન કરવું જોઈએ. 

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

આ મામલે AIMIM ચીફની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ ઘણું બધું કહી રહ્યા છે. મેં હમણા કહ્યું 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન.' આ કેવી રીતે વિરુદ્ધ છે. બંધારણમાં જોગવાઈઓ બતાવો. તમારે બીજાએ શું કહ્યું એ પણ સાંભળવાનું હતું. મેં એ જ કહ્યું જે મારે કહેવું હતું. મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઈન વિશે શું કહ્યું હતું તે વાંચો.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમણે પેલેસ્ટાઈનનો ઉલ્લેખ શા માટે કર્યો, તો તેમણે કહ્યું કે, તેઓ પીડિત છે. આ પહેલા જ્યારે વર્ષ 2019માં શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેમણે પોતાની શપથનું સમાપન 'જય ભીમ, અલ્લાહ-ઓ-અકબર અને જય હિંદ' શબ્દો સાથે કર્યું હતું.

અસદુદ્દીન ઓવૈસી અંગે ભાજપમાં હંગામો

અસદુદ્દીન ઓવૈસી શપથ લેવા ગયા ત્યારે ભાજપના સાંસદોએ 'જય શ્રી રામ'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. ઓવૈસીએ ઉર્દૂમાં શપથ લીધા અને 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન' કહીને શપથ ગ્રહણ સમાપ્ત કર્યા.


Google NewsGoogle News