મંદિર-મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઓવૈસી, કરી મોટી માગ, કાલે થશે સુનાવણી
Image: Facebook
Temple Mosque Dispute: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની અરજી પર સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરીએ સુનાવણી કરશે. અરજીમાં ઓવૈસીએ દેશમાં પૂજા સ્થળ કાયદો લાગુ કરવાની માગ કરી છે. ઓવૈસીએ વકીલ ફુજૈલ અહમદ અય્યૂબીના માધ્યમથી 17 ડિસેમ્બરે અરજી દાખલ કરી.
અસરકારક રીતે કાયદો લાગુ કરવાની માગ
ઓવૈસીએ પોતાની અરજીમાં કેન્દ્ર સરકારને કાયદાને અસરકારક અમલીકરણ નક્કી કરવાના આદેશની માગ કરી છે. ઓવૈસીના વકીલે હવાલો આપ્યો કે ઘણી કોર્ટોએ હિન્દુવાદીઓની અરજીઓ પર મસ્જિદોનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષની દલીલોમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને મસ્જિદોની વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે 1991 ના પૂજા સ્થળ કાયદાને લાગુ કરવાની માગ કરી છે.
હિંદુ પક્ષે કાયદાની બંધારણીય માન્યતાને આપ્યો પડકાર
હિંદુ પક્ષના દાવો છે કે આક્રમણકારીઓના હુમલાથી પહેલા આ સ્થળો પર મંદિર હતા. ઘણી અરજીઓમાં પૂજા સ્થળ કાયદાની બંધારણીય માન્યતાને પડકાર આપવામાં આવ્યો. તેના વિરુદ્ધ જ્ઞાનવાપી મસ્જિદ સંચાલન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો: 'રાજ્યપાલે હિન્દુ અને બૌદ્ધ મંદિરોને તોડવાના આપ્યા આદેશ', મુખ્યમંત્રી આતિશીનો મોટો આરોપ
સમિતિએ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ, દિલ્હીના કુતુબ મિનારની પાસે કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ, મધ્ય પ્રદેશમાં કમાલ મૌલા મસ્જિદ સહિત અન્ય દરગાહોથી જોડાયેલા દાવાનો ઉલ્લેખ કર્યો છે. સમિતિનું કહેવું છે કે કાયદાને પડકાર આપનારી અરજીઓ આ ધાર્મિક સ્થળો વિરુદ્ધ કેસને સુવિધાજનક બનાવવાના તોફાની ઈરાદાથી દાખલ કરવામાં આવી.
નવા કેસ પર સુપ્રીમ કોર્ટની રોક
12 ડિસેમ્બરે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે ઘણી અરજીઓ પર સુનાવણી કરી અને તમામ કોર્ટને નવા કેસ પર વિચાર કરવા અને ધાર્મિક સ્થળો ખાસ કરીને મસ્જિદો અને દરગાહો પર પુન: અધિકાર માટે પેન્ડિગ મામલામાં વચગાળાના કે અંતિમ આદેશ પાસ કરવા પર રોક લગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે 'મામલો આ કોર્ટમાં વિચારાધીન છે. તેથી અમે એ સમજીએ છીએ કે કોઈ નવો કેસ નોંધવામાં આવે નહીં.'
સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષો દ્વારા દાખલ લગભગ 18 કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. તેમાં વારાણસીમાં જ્ઞાનવાપી, મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જામા મસ્જિદ સહિત 10 મસ્જિદોના સર્વેક્ષણની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PM મોદી મણિપુર કેમ નથી જતાં? કોંગ્રેસના સવાલનો મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યો જવાબ
અશ્વિની ઉપાધ્યાયે પણ દાખલ કરી અરજી
વિશેષ બેન્ચમાં જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથન પણ સામેલ હતા. બેન્ચે છ અરજીઓ પર સુનાવણી કરી. જેમાં એક અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. તેમણે પૂજા સ્થળ (ખાસ જોગવાઈ) અધિનિયમ, 1991ની વિભિન્ન જોગવાઈને પડકાર આપ્યો છે. તેમનો તર્ક છે કે 'કાયદાની જોગવાઈ કોઈ વ્યક્તિ કે ધાર્મિક જૂથના પૂજા સ્થળને પુન: પ્રાપ્ત કરવા માટે ન્યાયિક ઉપાયના અધિકારને છીનવી લે છે.'
પૂજા સ્થળ એક્ટ શું છે?
પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) એક્ટ, 1991 કોઈ પણ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં પરિવર્તનથી રોકે છે. કાયદા હેઠળ કોઈ પણ પૂજા સ્થળ બિલકુલ તેવું જ રહેશે જેવું તે 15 ઓગસ્ટ 1947એ હતું.