Get The App

સાવધાન! 2022માં 4.60 લાખ એકસીડન્ટ, 1.68 લાખથી વધુ લોકોના મોત: માર્ગ મંત્રાલય

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 2022માં રોડ એકસીડન્ટના આંકડા જાહેર કર્યા છે

ગયા વર્ષે કુલ 4,61,312 રોડ એકસીડન્ટ થયા હતા, જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
સાવધાન! 2022માં 4.60 લાખ એકસીડન્ટ, 1.68 લાખથી વધુ લોકોના મોત: માર્ગ મંત્રાલય 1 - image


Road Accidents in India in 2022: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની એક રિપોર્ટ અનુસાર 2022માં કુલ 4,61,312 રોડ એકસીડન્ટ થયા હતા. જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. 'રોડ એકસીડન્ટ્સ ઇન ઇન્ડિયા - 2022' નામની મંત્રાલય તરફથી જાહેર થતી આ રિપોર્ટ મુજબ વાર્ષિક ધોરણે રોડ એકસીડન્ટમાં 11.9 ટકાનો વધારો થયો છે, તેના કારણે મૃત્યુદર 9.4 ટકા વધ્યો છે. તેમજ ઘાયલ થનારા લોકોની સંખ્યામાં 15.3 ટકા વધારો જોવા મળ્યો છે. 

2022માં 4,61,312 માર્ગ દુર્ઘટના 

રિપોર્ટ મુજબ દેશમાં 2022માં કુલ 4,61,312 રોડ એકસીડન્ટ થયા હતા. જેમાંથી 1,51,997 એટલે કે 32.9 ટકા એકસીડન્ટ એક્સપ્રેસવે અને નેશનલ હાઇવે પર થયા છે. તેમજ 1,06,682 એટલે કે 23.1 ટકા એક્સિડન્ટ સ્ટેટ હાઇવે અને 2,02,633 એટલે કે  43.9 ટકા એકસીડન્ટ અન્ય રોડ પર થયા છે. 

1,68,491 લોકોની મોત 

રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં રોડ એકસીડન્ટમાં કુલ 1,68,491 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 61,038 એટલે કે 36.2 ટકા લોકો નેશનલ હાઇવે પર એકસીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. 41,012 એટલે કે 24.3 ટકા લોકો સ્ટેટ હાઇવે પર અને 66,441 એટલે કે 39.4 ટકા લોકો અન્ય રોડ એકસીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા.

કેવી રીતે બને છે રિપોર્ટ?

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો આ વાર્ષિક અહેવાલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગો પાસેથી પ્રાપ્ત ડેટા પર આધારિત છે. આ માહિતી એશિયા-પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા (APRAD) પ્રોજેક્ટ હેઠળ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP) દ્વારા પ્રમાણિત ફોર્મેટમાં એકત્રિત કરવામાં આવી છે.


Google NewsGoogle News