Get The App

છેલ્લા એક વર્ષમાં એક લાખથી વધુ પ્રાણીઓ, 3200થી વધુ માણસોના મોત, કારણ છે ચોંકાવનારું

આ ઉપરાંત હજારો ઘરોને અને મિલિયન હેક્ટર પાક વિસ્તારને પણ નુકસાન પહોંચ્યું હતું

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
છેલ્લા એક વર્ષમાં એક લાખથી વધુ પ્રાણીઓ, 3200થી વધુ માણસોના મોત, કારણ છે ચોંકાવનારું 1 - image


The impact of climate change : જળવાયુ પરિવર્તનની વિપરિત અસર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે, જેના પગલે વિશ્વમાં આત્યંતિક આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ગત વર્ષ એટલે કે 2023માં દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછી એક દિવસમાં આવી ઘટના બની રહી છે. અહીં તમારે એ જાણવું જરુરી છે કે  આત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ, પૂર આવવું, વાદળ ફાટવા, વીજળી પડવી, લૂ તેમજ તેમજ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે.

સીએસઈ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો

બુધવારે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) દ્વારા સ્ટેટ ઓફ ઈન્ડિયાના એન્વાયર્નમેન્ટના જાહેર કરાયેલ રિપોર્ટ 2024ના અનુસાર, વર્ષ 2022માં 365માંથી 316 દિવસોમાં આત્યંતિક   હવામાનની ઘટનાઓ બની હતી, જ્યારે 2023માં તેમની સંખ્યા વધીને 318 પર પહોંચી ગઈ હતી. અલવર (નીમલી) સ્થિત અનિલ અગ્રવાલ પર્યાવરણ પ્રશિક્ષણ સંસ્થામાં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ (Under Secretary General of the United Nations) નીતિન દેસાઈ (Nitin Desai), વરિષ્ઠ પત્રકાર ટી.એન. નિનાન (T.N. Ninan) અને સીએસઈના ડાયરેક્ટર જનરલ સુનીતા નારાયણ (Sunita Narayan) દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.

આવા દિવસોની સૌથી વધુ સંખ્યા હિમાચલ પ્રદેશમાં નોંધાઈ 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આત્યંતિક હવામાનની ઘટનાઓને કારણે 3,287 લોકોના, 1.24 લાખ પ્રાણીઓના મોત થયા હતા, જ્યારે 86,432 ઘરોને અને 2.21 મિલિયન હેક્ટર પાક વિસ્તારને ખૂબ જ નુકસાન થયું હતું. આવા દિવસોની સૌથી વધુ સંખ્યા હિમાચલ પ્રદેશમાં 149 નોંધાઈ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશમાં 141 દિવસ અને કેરળ અને ઉત્તર પ્રદેશમાં 119 દિવસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય આઠ રાજ્યોએ 100 કરતા પણ વધુ દિવસો સુધી આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સતત 123 દિવસ સુધી આવી ઘટનાઓ નોંધાઈ હતી.

ગુજરાતમાં સૌથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું 

આ સિવાય જો મૃત્યુની બાબત પર નજર કરવામાં આવે તો બિહાર સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં આવી ઘટનાઓમાં 642 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હરિયાણામાં સૌથી વધુ અસરગ્રસ્ત પાક વિસ્તાર થયો હતો અને ગુજરાતમાં સૌથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત પંજાબમાં સૌથી વધુ પ્રાણીઓના મૃત્યુ થયા છે. અહીં એ પણ નોંધનીય છે કે ભારતમાં 2023માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 122 વર્ષમાં સૌથી ગરમ મહિનાઓ રહ્યા હતા.

છેલ્લા એક વર્ષમાં એક લાખથી વધુ પ્રાણીઓ, 3200થી વધુ માણસોના મોત, કારણ છે ચોંકાવનારું 2 - image


Google NewsGoogle News