Get The App

લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોચી છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક અહેવાલ અનુસાર લોકસભા ચૂંટણીમાં 8360 ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે જેમાંથી1643  પર અપરાધ અને ગુનાને લગતા કેસ ચાલે છે. એડીઆર દ્વારા લોકસભા ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોના સોગંધનામાનો અભ્યાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ 20 ટકા જેટલા ઉમેદવારોએ પોતાની વિરુધ કેસ ચાલી રહયા હોવાનું જાહેર કર્યુ છે. 14  ટકા ઉમેદવારોએ પોતાની વિરુધ બળાત્કાર, હત્યા, હત્યાની સાજિસ અને મહિલાઓ વિરુધ અપરાધ સહિતના ગંભીર અપરાધિક મામલા નોંધાયા છે.

લોકસભા 2024ની ચૂંટણીમાં 797 મહિલાઓએ ઝંપલાવ્યું

એડીઆરએ રાષ્ટ્રીય પાર્ટીઓ, સ્થાનિક પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરતી વખતે ફરજીયાત આપવી પડતી એફીડેવિટનો સ્ટડી કર્યો હતો. એડીઆરના ધ્યાનમાં આવ્યું કે કુલ 1333 ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીના, 53 રાજય સ્તરની સ્થાનિક પાર્ટીઓ, 2580 ગેર માન્યતા પ્રાપ્ત પક્ષો અને 3915 અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહયા છે.  દેશમાં કુલ 797 મહિલાઓએ 2024ની લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જે કુલ ઉમેદવારોના 10  ટકા છે. ગત 2019ની લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 640  હતી જેના કરતા 157 મહિલા ઉમેદવારો વધુ છે.  

કુલ 1643  દાગી ઉમેદવારોમાંથી 98  દોષિત જાહેર થયેલા છે 

લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી 2 - image

વિશ્લેષણમાં એ પણ ધ્યાનમાં આવ્યું કે કમસેકમ 197 ઉમેદવારો વિરુધ મહિલાઓને લગતા અપરાધ સાથે જોડાયેલા કેસ છે. કુલ 1643 દાગી ઉમેદવારોમાંથી 98  ઉમેદવારો પર દોષિત પણ જાહેર થયા છે. તેમાં પણ 16  ઉમેદવારો પર બળાત્કાર (આઇપીસી કલમ 376) હેઠળના કેસોનો સમાવેશ થાય છે. એડીઆર મુજબ પાર્ટીઓની વાત કરીએ તો ભાજપના 440 ઉમેદવારોમાંથી 191 અને કોંગ્રેસના 327માંથી 143 ,બીએસપીના 487 ઉમેદવારોમાંથી 63, સીપીઆઇ (એમ)ના 33  માંથી 16  અને 3905  અપક્ષ ઉમેદવારોમાંથી 550  ઉમેદવારોએ પોતાના સોગંદનામામાં નાના મોટા ગુના અંગેની માહિતી આપી છે. 

2024ની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો પાસે સરેરાશ6.23 કરોડની સંપતિ

લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી 3 - image

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર51 ટકા ઉમેદવારો ગ્રેજયુએટ અથવા તો તેના કરતા વધુુ અભ્યાસ કરેલો છે. આર્થિક સ્ત્રોતની વાત કરીએ તો કુલ 8337માંથી 2572 ઉમેદવારો કરોડપતિ છે જેમાં ભાજપના સૌથી વધુ 403 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 292 ઉમદવારોની સંપતિ એક કરોડ અથવા તો તેના કરતા વધારે છે. બીેએસપીના 163 ઉમેદવારોએ કરોડ કરતા વધુ આવક જાહેર કરી છે. સીપીઆઇ (એમ)ના 33 માંથી 27 ઉમેદવારો કરોડપતિ છે. 2024ની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો પાસે સરેરાશ રુપિયા 6.23 કરોડની સંપતિ છે. જયારે ગત 2019ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની સરેરાશ સંપતિ 4.14 કરોડ હતી. 

અપરાધિક પુષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને ચૂંટણી લડતા રોકી શકાતા નથી

વર્તમાન કાનુન અનુસાર કોઇ પણ વ્યકિત દોષી જાહેર થાય અને કમ સે કમ બે વર્ષની સજા સંભળાવવામાં આવે તો તે જામીનની તારીખથી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહી. કોઇ પણ સાંસદ કે વિધાયકની બે વર્ષ કે વધુ સમયની સજા થાયતો તાત્કાલિક સભ્ય તરીકે દૂર થઇ જાય છે. કાયદા મુજબ અપરાધિક પુષ્ઠભૂમિ ધરાવતા નાગરિકોને ચૂંટણી લડતા રોકી શકાતા નથી. અપરાધ જો સાબીત થાય અને અદાલત દ્વારા દોષી જાહેર કરવામાં આવે તો ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની જોગવાઇ છે. 6 વર્ષ પછી રાજકારણમાં આવી શકે છે અને ફરી ચૂંટણી લડી શકે છે. 

લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી 4 - image


Google NewsGoogle News