અંગદાનથી ચારની જિંદગી બચી, ઉત્તર ભારતમાં પહેલીવાર બંને હાથનું પ્રત્યારોપણ કરાયું

આ ઓપરેશન 12 કલાક કરતા પણ વધારે સમય ચાલ્યું હતું

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
અંગદાનથી ચારની જિંદગી બચી, ઉત્તર ભારતમાં પહેલીવાર બંને હાથનું પ્રત્યારોપણ કરાયું 1 - image


First Bilateral Hand Transplant In North India : અન્યને નિઃસ્વાર્થ મદદનું ઉદાહરણ આપતા મીના મહેતાના મરણોત્તર અંગ દાનથી ઘણા વધુ લોકોને જીવનની ભેટ મળી છે. તેમની એક કિડની ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે જ્યારે બંને હાથ, લીવર અને કોર્નિયા સર ગંગારામ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઉત્તર ભારતનું પ્રથમ હાથનું પ્રત્યારોપણ કર્યું હતું 

ગંગારામ હોસ્પિટલે ઉત્તર ભારતનું પ્રથમ વખત હાથનું પ્રત્યારોપણ (bilateral hand transplant) પણ કર્યું હતું. આ ઓપરેશન દ્વારા મીના મહેતાના બંને હાથને દિલ્હીમાં રહેતા એક વ્યક્તિ સાથે પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે જેમણે ઓક્ટોબર 2020માં રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઓપરેશન 12 કલાક કરતા પણ વધારે સમય ચાલ્યું હતું. આ સિવાય જે મહિલાને કિડની મળી છે તે એક ટેક પ્રોફેશનલ છે અને 11 વર્ષથી હેમોડાયલિસિસ પર હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસાર હવે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

ઓપરેશનની પ્રક્રિયા જટિલ અને અસાધારણ હતી

હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં અમે પ્રથમ વખત હાથના પ્રત્યારોપણનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે. આ ઓપરેશનની પ્રક્રિયા અત્યંત જટિલ અને અસાધારણ હતી. પ્રોફેશનલ ડૉક્ટોરોની ટીમે બંને હાથને પ્રત્યારોપણ કરવા માટે અદભૂત મહેનત કરી હતી, જેની મહેનત રંગ લાવી હતી અને સફળ પરિણામ આવ્યું છે.

અંગદાનથી ચારની જિંદગી બચી, ઉત્તર ભારતમાં પહેલીવાર બંને હાથનું પ્રત્યારોપણ કરાયું 2 - image


Google NewsGoogle News