15 કરોડની ઓફરવાળા દાવા પર ઝડપી ઍક્શન, તપાસ માટે કેજરીવાલના ઘરે પહોંચી LCBની ટીમ
Delhi Election and Kejriwal 15 Crore Claim : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા ફરી એક રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના દાવાની તપાસ કરવા કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ભાજપ પર તેમના હાલના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી પરિણામ પહેલા જ પક્ષપલટુઓના ડરથી AAPમાં ખળભળાટ, કેજરીવાલે બોલાવી બેઠક
કેજરીવાલે શું કર્યો હતો દાવો?
કેજરીવાલનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના હાલના ધારાસભ્યોને પણ 15 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. આ કેસમાં ભાજપે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને પત્ર લખીને ફરિયાદ કરી હતી અને માંગ કરી હતી કે તેઓ કેજરીવાલ અને સંજય સિંહ સામે કેસ નોંધવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને નિર્દેશ આપે. જેના બાદ એલજીએ એસીબીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં લઘુમતી-દલિતોના નામ વૉટર્સ લિસ્ટમાંથી કપાયા: રાહુલ ગાંધીનો EC પર ગંભીર આરોપ
મામલો શું હતો?
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. કેટલીક પોલ એજન્સીઓ કહે છે કે ગાળા-ગાળી કરતાં પક્ષને 55થી વધુ બેઠકો મળી રહી છે. છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે કે જો તેઓ AAP છોડીને તેમની પાર્ટીમાં જોડાશે, તો તેઓ તેમને મંત્રી બનાવશે અને દરેકને 15 કરોડ રૂપિયા આપશે. જો તેમની પાર્ટી 55થી વધુ બેઠકો મેળવી રહી છે તો તેમને અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે?