Get The App

નવી સંસદમાં પાણી ટપકવા લાગ્યું, નીચે ડોલ મૂકી તો વિપક્ષે મજાક ઉડાવી, જુઓ કોણ શું બોલ્યું

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
Water Leakage in New parliament


Water Leakage in New Parliament: દેશની રાજધાની દિલ્હી(Delhi) બુધવારે(31 જુલાઈ) સાંજે ભારે વરસાદને પગલે પાણી-પાણી થઈ ગઈ હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. ત્યારે હવે નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતાં જ વિપક્ષી પક્ષોએ સરકાર પર નિશાન સાધીને જૂના સંસદ ભવન સાથે તેની સરખામણી કરી રહ્યા છે. અનેક વિપક્ષી નેતાઓએ આ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આકરી પ્રતિક્રિયા આપી હતી.

નવી સંસદ કરતા જૂની સંસદ સારી હતી : અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં સાંસદો પણ આવીને મળી શકતા હતા. તો જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકાર(BJP Government)માં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઇનનો ભાગ છે કે પછી...'

આ પણ વાંચો : SC અને STમાં હવે બનશે સબ કેટેગરી, સુપ્રીમકોર્ટની 7 સભ્યોની બંધારણીય બેન્ચનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કૉંગ્રેસ સાંસદે પણ સરકાર પર નિશાન સાધ્યું

અખિલેશ ઉપરાંત કૉંગ્રેસ સાંસદ (Congress MP) મણિકમ ટાગોરે (Manickam Tagore) પણ એક્સ પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ સાંસદે લખ્યું છે કે, 'બહાર પેપર લીક, અંદર પાણી લીક. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણીનું લીકેજ નવા સંસદ ભવનમાં હવામાન સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડી રહી છે. નિર્માણ પૂરું થયાના એક વર્ષ બાદ જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.'

આજે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ

દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી(Atishi Marlena)એ ભારે વરસાદને કારણે આજે (01 ઑગસ્ટ) શહેરની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે 'બુધવારે સાંજે ખૂબ જ ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ સરકારી અને ખાનગી શાળાઓ પહેલી ઑગસ્ટે બંધ રહેશે.' ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભારે વરસાદને કારણે રોબિન સિનેમા પાસે એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. અન્ય એક ઘટનામાં દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંતકુંજમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.

આ પણ વાંચો : UP વિધાસનભામાં ઘૂસ્યું વરસાદનું પાણી, CM યોગીએ બીજા ગેટથી જવું પડ્યું

નવી સંસદમાં પાણી ટપકવા લાગ્યું, નીચે ડોલ મૂકી તો વિપક્ષે મજાક ઉડાવી, જુઓ કોણ શું બોલ્યું 2 - imageદ્સ


Google NewsGoogle News