Get The App

મતદાનની ટકાવારી આટલી કેવી રીતે વધી? વોટિંગના જાહેર થયેલા આંકડા પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
મતદાનની ટકાવારી આટલી કેવી રીતે વધી? વોટિંગના જાહેર થયેલા આંકડા પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ 1 - image


Image Source: Twitter

Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે મંગળવારે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના 11 દિવસ અને બીજા તબક્કાના મતદાનના ચાર દિવસ બાદ ઓફિશિયલ આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અંગે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન અને રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે શરૂઆતના આંકડાની સરખામણીમાં મતદાનની ટકાવારી આટલી કેવી રીતે વધી ગઈ અને મતદારોની સંખ્યા કેમ ન આપી?

ચૂંટણી પંચે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં 66.14% અને બીજા તબક્કામાં 66.71% મતદાન થયું છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે થયેલા મતદાનમાં 66.22% પુરૂષ અને 66.07% મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોમાં 31.32%એ મતદાન કર્યું છે. બીજી તરફ બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે પૂર્ણ થયું હતું જેમાં 88 બેઠકો માટે 66.99% પુરુષ મતદારો અને 66.42% મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કામાં ટ્રાન્સજેન્ડર નોંધાયેલા મતદારોએ 23.86% મતદાન કર્યું છે.

પરિણામમાં હેરફેરની આશંકા

ચૂંટણી પંચના આ આંકડાઓ અંગે સીતારામ યેચુરીએ 'X' પર લખ્યું કે, આખરે ચૂંટણી પંચે પ્રથમ બે તબક્કાના મતદાનના અંતિમ આંકડા જાહેર કરી દીધા છે જે સામાન્ય રીતે મામૂલી નથી પરંતુ પ્રારંભિક આંકડા કરતા વધુ છે. પરંતુ દરેક સંસદીય મતદારક્ષેત્રમાં મતદારોની સંપૂર્ણ સંખ્યા કેમ જણાવવામાં ન આવી? જ્યાં સુધી આ આંકડો જણાવવામાં ન આવે ત્યાં સુધી આ મતદાનની ટકાવારી અર્થહીન છે. તેમણે લખ્યું આગળ લખ્યું કે, પરિણામોમાં હેરફેરની આશંકા બની રહે છે કારણ કે મતગણતરી સમયે કેટલાક મતદાન નંબરોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. 2014 સુધી દરેક મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા હંમેશા ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેતી હતી. પંચે પારદર્શી હોવું જોઈએ અને આ આંકડાને સામે મૂકવા જોઈએ.

ચૂંટણી પંચે જવાબ આપવો પડશે

એક અન્ય પોસ્ટમાં યેચુરીએ લખ્યું કે, હું દરેક મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોની સંપૂર્ણ સંખ્યાની વાત કરી રહ્યો છું, મતદાન કરાયેલા મતોની સંખ્યા વિશે નહીં. જે પોસ્ટલ બેલેટની ગણતરી પછી જ જાણી શકાશે. દરેક મતવિસ્તાર ક્ષેત્રમાં મતદાતાઓની કેટલીક સંખ્યા કેમ જણાવવામાં નથી આવી રહી? ચૂંટણી પંચે જવાબ આપવો પડશે.

મતદાનની ટકાવારીમાં 5.75%નો વધારો

ઓબ્રાયને X પર લખ્યું કે,  મહત્ત્વપૂર્ણ બીજા તબક્કાના સમાપ્ત થયાના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે અંતિમ મતદાન આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા ચાર દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી સંખ્યાથી 5.75% નો વધારો! શું આ સામાન્ય છે? મને અહીં શું સમજ નથી આવી રહ્યું?

આંકડા 24 કલાકની અંદર મળી જતા હતા

બીજી તરફ રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે X પર લખ્યું કે, મેં 35 વર્ષથી ભારતીય ચૂંટણીઓ જોઈ અને તેનું અધ્યયન કર્યું છે. પ્રારંભિક અને અંતિમ મતદાનના આંકડાઓ વચ્ચે 3 થી 5%નો તફાવત અસામાન્ય નથી હોતો, અંતિમ આંકડા અમને 24 કલાકની અંદર મળી જતા હતા. આ વખતે અસામાન્ય અને ચિંતાજનક બાબત એ છે કે પ્રથમ અને અંતિમ આંકડા જાહેર કરવામાં 11 દિવસનો વિલંબ થયો. બીજું એ કે, દરેક મતવિસ્તાર અને તેના ખંડો માટે મતદાતાઓ અને નાખવામાં આવેલા મતોની સંખ્યા વાસ્તવિક સંખ્યાનો ખુલાસો કરવામાં નથી આવ્યો. મતદાનની ટકાવારી ચૂંટણી ઓડિટમાં મદદ નથી કરતી. આ માહિતી દરેક બૂથ માટે ફોર્મ 17 માં નોંધવામાં આવે છે અને તે ઉમેદવારના એજન્ટ પાસે ઉપલબ્ધ હોય છે પરંતુ નાખવામાં આવેલા મતો અને ગણતરી કરવામાં આવેલા મતો વચ્ચે હેરાફેરી અથવા વિસંગતિની કોઈ પણ સંભાવનાને ખતમ કરવા માટે ચૂંટણી પંચ જ સમગ્ર ડેટા આપી શકે છે અને આપવા જ જોઈએ. ચૂંટણી પંચે વધુ વિલંબ અને રિપોર્ટિંગ ફોર્મેટમાં અચાનક ફેરફારની પણ સ્પષ્ટતા આપવી જોઈએ. 


Google NewsGoogle News