Get The App

સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ગરમાયો, વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કરી કૂચ

આ કૂચ 140થી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ગરમાયો, વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કરી કૂચ 1 - image


Opposition Leaders Protest March : સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ 140થી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી રહી છે.

સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે : કોંગ્રેસ અધ્યક્ષ

આ કૂચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે તેમની વિરુદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. લોકસાહી આપણને ગૃહમાં વાત કરવાનો અધિકાર છે. સંસદની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તે મામલે અમે સરકાર પાસે જવાબ માંગતા હતા.

3 દિવસમાં 143 સાંસદો થયા સસ્પેન્ડ

સંસદમાં વિપક્ષી સાંસદોએ સંસદમાં 13 ડિસેમ્બરે થયેલી ચૂક મામલે હંગામો કરતા બંને ગૃહોમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં લોકસભામાંથી કુલ 97 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 14 ડિસેમ્બરે 13 સાંસદો, 18 ડિસેમ્બરે 33 અને સૌથી વધુ 49 સાંસદોને 19 ડિસેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તમામ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે.

સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ગરમાયો, વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કરી કૂચ 2 - image


Google NewsGoogle News