વિપક્ષ નેતા રાહુલ ગાંધીના શિરે મોટી જવાબદારી: TMC અને ચૂંટણીઓ સહિત ચાર મોટા પડકાર
2004માં જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં પહોંચ્યા હતા એ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વ નીચે કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો. પરંતુ 2014માં યુપીએ સરકાર સત્તામાંથી બહાર ના નીકળી ત્યાં સુધી રાહુલ ગાંધીએ આ પ્રસ્તાવને નકાર્યો હતો. પૂર્વ PM મનમોહન સિંહે સાર્વજનિક રીતે રાહુલ ગાંધીને મંત્રી પરિષદમાં જોડાવવા માટે સલાહ આપી હતી. તેવામાં રાહુલ ગાંધીનું એવું માનવું છે કે, મંત્રી પરિષદમાં જોડાવવા માટે મારામાં જરૂરી અનુભવ અને યોગ્યતા ન હોવાથી મંત્રી પરિષદમાં જોડાયો નથી. આમ કદાચ એટલે જ રાહુલ ગાંધીને પિતાની વિરાસતનો ખ્યાલ હશે.
રાજીવ ગાંધીના અધુરા સપના પૂરા કરવાનુ રાહુલ ગાંધીનુ લક્ષ્ય
રાજીવ ગાંધી 1984માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 40 વર્ષની હતી. પીએમ તરીકે તેમનો રાજ્યાભિષેક દુઃખદ અને મુશ્કેલની સ્થિતિ થયો હતો. રાજીવ ગાંધીનો આધુનિક દ્રષ્ટિકોણ, ટેક્નોલોજી પર જોર અને દેશની અર્થવ્યવસ્થા, સમાજ અને માનસિકતાની એમની ઈચ્છાઓ ક્યાંકને ક્યાંક અધૂરી રહી હતી. 54 વર્ષની ઉંમરે પણ રાહુલ ગાંધી મજબુત વલણ ધરાવે છે. 2011થી 2014ના સમયગાળા દરમિયાન ગાંધી પરિવારના આ વારસદારને અનેક જટકા અને ઠોકરો મળી હતી. જેમાં રાહુલ ગાંધીને રાજકિય વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી બદનામીનો સામનો કર્યો હતો. રાહુલ ગાંધી રાજકીય ગતિવિધયો અને રણનીતિને ધ્યાનમાં રાખી તેમાંથી ઘણુ બધુ સીખીને પરિવર્તન લાવ્યા હતા. આમ ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ પોતાનામાં અલગ અનુભૂતિ કેળવી હતી.
‘એજ રાજીવ ગાંધીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી’
રાહુલ ગાંધીના મતે, ભારત દેશની સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવી એજ રાજીવ ગાંધીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી આપી ગણાશે. સમૃદ્ધ સમાજ વ્યવસ્થા, બૌદ્ધિક સ્વતંત્રતા અને ટેક્નોલોજી ક્ષેત્રે કૌશલ્ય અને વિકાસ કેળવવો, યુવાનાઓમાં વિશેષ જવાબદારીઓને સોંપવી, આર્થિક સમૃદ્ધિ અને સમાનતાથી દેશના અર્થતંત્રને સુવ્યવસ્થિત પુનઃજીવત કરવાની રાહુલ ગાંધીની જવાબદારી છે.
રાહુલ ગાંધીએ આ નેતાઓ પાસેથી લીધી સલાહ
આ બધા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સાદગીપૂર્ણ વ્યક્તિ બનવા ઈચ્છે. જેમાં રાહુલ ગાંધીને કોંગ્રેસને વધુ મજબૂત કરવાની જગ્યાએ INDIA બ્લોકના સહયોગીને સાથે લઈને ચાલવાની ચિંતા થશે. આમ વિપક્ષ નેતા હોવાની સાથે રાહુલ ગાંધી પહેલા દિવસથી જ અખિલેશ યાદવ, કલ્યાણ બનર્જી, સુપ્રિયા સુલે અને ટી.આર. બાલૂ પાસેથી સલાહ સૂચન લેતા રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અધ્યક્ષની ચૂંટણીમાં જીત મેળવવાની રણનીતિમાં મમતા બેનર્જીની સહમતી અને સમર્થન મળતું રહ્યું હતું. ગઠબંધન માટે મમતા બેનર્જીનું સમર્થન જરૂર હતુ. તેવામાં 2024ની ચૂંટણીના પરિણામો પછી રાહુલ ગાંધીએ મલ્લિકાર્જૂન ખડગે અને સોનિયા ગાંધી સાથે સલાહ સૂચન કરીને વરિષ્ઠ નેતા પી. ચિદંબરમને પશ્રિમ બંગાળના મુખ્યમંત્રીને મળવા જણાવ્યું હતુ. આમ મમતા અને ચિદંબરમ સંબંધો રાજીવ ગાંધીના સમયથી છે. એ સમયે તેઓ યુવા કોંગ્રેસમાં કાર્યરત હતા.
મોદી સરકારને કંટ્રોલ કરવા શું રાહુલ શેડો કેબિનેટને સત્તાવાર રૂપ આપશે?
નરેન્દ્ર મોદી સરકારને કંટ્રોલ કરવા માટે શું રાહુલ ગાંધી શેડો કેબિનેટને સત્તાવાર રૂપ આપશે. યુનાઈટેડ કિંગડમમાં વધુ પ્રચલિત શેડો કેબિનેટની અવધારણા ભારતમાં એટલી સ્પષ્ટ રીતે કરવામાં આવી નથી. પરંતુ INDIA બ્લોકમાં જો રાહુલ ગાંધી કોઈ પ્રતિભા જોવા ઈચ્છતા હોય તો તેમાં અખિલેશ યાદવ, અભિષેક બનર્જી, ટી.આર.બાલૂ અને સુપ્રિયા સુલે જેવા લોકોને તેમાં સમાવેશ કરી શક્યા હોત. આમ રાહુલ ગાંધી તેમની પાર્ટીમાં શશિ થરુર, મનીષ તિવારી, તારિફ અનવર, કે. સુરેશ, ગૌરવ ગોગોઈ, કુમારી શેલજા, શશિકાંત સેંથિલ જેવા નેતાઓને શેડો કેબિનેટમાં સારા પદ અને પ્રતિષ્ઠા આપી શકતાં હતા. શેડો કેબિનેટની આ સિસ્ટમ મીડિયા અને મતદારોનું આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે, 2029 સુધી INDIA બ્લોકમાં શેડો કેબિનેટની ચર્ચા થતી રહે.
સંસદીય શાખા અને પાર્ટી વચ્ચે મનમેળ
હવે જ્યારે રાહુલ ગાંધી સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે એમને પાર્ટીને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટે નેતૃત્વને વધુ મહત્વ આપવું જરૂરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની શૈલી અને કાર્યપ્રણાલી એવી છે કે, વિરોધ પક્ષના રૂપમાં રાહુલને લૂપમાં રાખી શકે છે. પરંતુ પાર્ટીની કાર્યપ્રણાલીને મજબૂત બનાવવા માટે વધુ એક્ટીવ થવાની આવશ્યકતા છે. ઓક્ટોબર 2023થી ખડગે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ પર કાર્યરત છે. પણ કેટલાંક કિસ્સામાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગી જાય છે. ત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે, દિલ્હીમાં એવા વ્યક્તિની કમી છે કે જેના મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે. આ પ્રકારનું કામ અહેમદ પટેલ ખૂબજ સાનુકૂળતાથી નિભાવતા હતા, તેવામાં જો પ્રિયંકા વેણુગોપાલના સ્થાને કોંગ્રેસ મહાસચિવ બને છે તો કોંગ્રેસ પાર્ટી વધુ સક્ષમ બનશે.
આ ચાર રાજ્યોમાં કોંગ્રેસનો લિટમસ ટેસ્ટ
રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધને ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રની 2024ની વિધાનસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટનો સામનો કરવો પડશે. તેવામાં જો NDA ત્રણથી ચાર ચૂંટણી હારી જાય છે તો, INDIA બ્લોકમાં જીતની આશા દેખાય શકે છે. જેમાં નેરન્દ્ર મોદી 3.0 સરકારની કાર્યપ્રણાણી પર આકરા સવાલો ઉભા થશે. એટલે જ હવે, બધાની નજર રાહુલ ગાંધી અને તેમના રોડમેપ પર છે.