લોકસભા સ્પીકરની ચૂંટણી પહેલાં I.N.D.I.A.ની મોટી જીત! 29 સાંસદ ધરાવતી પાર્ટીનો મળ્યો ટેકો
Lok Sabha Speaker Election: વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.ને હવે લોકસભા સ્પીકરના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન મળતું દેખાય છે. એવા અહેવાલ છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સમર્થન માટે મનાવી લીધા છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ભાજપે આ અંગે TMC સુપ્રીમો સાથે પણ વાત કરી હતી. અગાઉ ટીએમસીએ સ્પીકર ઉમેદવાર તરીકે કે.સુરેશની 'એકતરફી પસંદગી' પર નારાજગી વ્યક્ત કરી હતી.
રાહુલ મનાવ્યાં હોવાની ચર્ચા?
ટીએમસી નેતા અને સીએમ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ કે.સુરેશની ઉમેદવારી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. હવે એવા અહેવાલો છે કે રાહુલે ટીએમસી સુપ્રીમ સાથે લગભગ 20 મિનિટ વાત કરીને ટીએમસીને મનાવી લીધી છે. કહેવાય છે કે ગઈકાલે સાંજે 5 વાગ્યે બંને વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારપછી રાત્રે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.ની બેઠક પણ યોજાઈ હતી, જેમાં ડેરેક ઓ'બ્રાયન અને કલ્યાણ બેનરજી પણ હાજર હતા.
શું ભાજપે પણ પ્રયાસ કર્યો?
અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગઈકાલે બપોરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હતી. ટીએમસીના એક નેતાએ કહ્યું, 'બંનેએ સ્પીકર અને વિપક્ષ દ્વારા ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવાર ઉતારવાના મુદ્દા પર વાત કરી હતી.